Advertisement
Author: નોબત સમાચાર

રખડતા કૂતરાઓ અંગે સુપ્રિમ કોર્ટે ચૂકાદો રાખ્યો અનામત

કોઈ પ્રાણીઓ પ્રત્યે નફરત કરતું નથી, પણ બાળકોની સુરક્ષા જરૂરીઃ સરકાર

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૧૪: રખડતા કૂતરાઓને લઈને ત્રણ જજોની બેન્ચે સુનાવણી કરી તે દરમિયાન સરકારનો પક્ષ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ રજૂ કર્યો હતો. તે પછી અદાલતે આ અંગે ચૂકાદો અનામત રાખ્યો હતો.

દિલ્હી-એનસીઆરમાં રખડતા કૂતરાના મામલે સુપ્રિમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. ત્રણ સભ્યોની બેન્ચે દિલ્હી સરકારને ૮ અઠવાડિયામાં રસ્તાઓ પરથી રખડતા કૂતરા હટાવવાનો આદેશ આપ્યો હતો.

સુપ્રિમ કોર્ટે હવે સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાને કહ્યું કે, આ મુદ્દાનું સમાધાન થવું જોઈએ, તેના પર વિવાદ ન થવો જોઈએ. આના જવાબમાં સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રિમ કોર્ટને કહ્યું કે કોઈપણ વ્યક્તિ પ્રાણીઓ પ્રત્યે નફરત કરતું નથી અને અમે પણ આ મામલાનો ઉકેલ લાવવા માગીએ છીએ.

દિલ્હી સરકાર વતી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટમાં કહ્યું કે, 'કૂતરાના હુમલાથી બાળકો મરી રહ્યા છે. નસબંધી કરવા છતાં કૂતરા કરડવાની ઘટનાઓ અટકતી નથી. દેશમાં આવા અનેક ચોંકાવનારા કિસ્સાઓ છે. આ અંગે અમારે એટલું જ કહેવું છે કે કોઈ પ્રાણીઓથી નફરત કરતું નથી, પરંતુ સુરક્ષા જરૂરી છે. કોઈ કૂતરાઓને મારી નાખવાનું નથી કહી રહ્યું. અમે ફક્ત તેમને માનવ વસ્તીથી અલગ રાખવાનું કહી રહ્યા છીએ.'

તેમણે કોર્ટને જણાવ્યું કે લોકો પોતાના બાળકોને બહાર મોકલતા ડરી રહ્યા છે અને માત્ર કાયદા કે નિયમોથી આ સમસ્યા હલ નહીં થાય. આ માટે કોર્ટે દરમિયાનગીરી કરવી પડશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh