Advertisement
Author: નોબત સમાચાર

મુંબઈમાં ઘૂસેલા ૧૪ આતંકી ગણેશ વિસર્જન પર હુમલો કરશે તેવી ધમકીથી પોલીસ હાઈ એલર્ટ પર

પાકિસ્તાનથી ૪૦૦ કિલો આરડીએક્સ સાથે

                                                                                                                                                                                                      

મુંબઈ તા. પઃ પાકિસ્તાનથી ૪૦૦ કિલો આરડીએક્સ સાથે ૧૪ આતંકવાદી ઘૂસ્યા છે અને ગણેશ વિસર્જન પર મુંબઈમાં મોટા હુમલાની ધમકી મળતા પોલીસ સતર્ક થઈ છે.

મુંબઈને ફરી એકવાર બોમ્બથી ઊડાડી દેવાની ધમકી મળી છે. આ વખતે સ્યુસાઈડ બોમ્બિંગ એટલે કે હ્યુમાન બોમ્બ બ્લાસ્ટની ધમકી આપવામાં આવી છે. આ ધમકી ભરેલો મેસેજ મુંબઈની ટ્રાફિક પોલીસના વોટ્સએપ નંબર પર મોકલવામાં આવી છે. અનંત ચતુર્દશીના દિવસે આ ધમકી મળતા પોલીસ પણ સતર્ક થઈ ગઈ છે.

આ મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે, ૩૪ ગાડીઓમાં હ્યુમન બોમ્બ લગાવવામાં આવ્યા છે અને વિસ્ફોટ પછી આખી મુંબઈ હલી જશે. ધમકીમાં 'લશ્કરે-એ-જેહાદી' નામના સંગઠનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં દાવો કરાયો છે કે, ૧૪ પાકિસ્તાની આતંકવાદી ભારતમાં ઘૂસી ગયા છે.

મેસેજમાં કહેવામાં આવ્યું કે, ૪૦૦ કિલો આરડીએક્સના વિસ્ફોટથી ૧ કરોડ લોકો જીવ ગુમાવશે. મુંબઈ પોલીસ આ ધમકી મળતાની સાથે જ હાઈએલર્ટ પર છે. આ પહેલીવાર નથી, જ્યારે મુંબઈને માસ લેવલ પર બોમ્બથી ઊડાડી દેવાની ધમકી મળી હોય, આ પહેલા પણ અનેકવાર પોલીસ કંટ્રોલ રૂમમાં કોલ દ્વારા અથવા પોલીસના નંબર પર મેસેજ કરીને આવી ધમકીઓ આપવામાં આવી હતી, જો કે આ વખતે ધમકી ખૂબ જ ગંભીર છે અને લાખો લોકોને ટાર્ગેટ કરવાની વાત કહેવામાં આવી છે.

આજથી આશરે બે અઠવાડિયા પહેલા વરલીની ફોર સિઝન હોટેલમાં બ્લાસ્ટની વોર્નિંગ આપવામાં આવી હતી. આ પહેલા ૧૪ ઓગસ્ટે પોલીસને ફોન કરીને કહેવામાં આવ્યું હતું કે, એક ટ્રેનમાં બ્લાસ્ટ થશે અને પછી તરત ફોન કટ થઈ ગયો. ન તો સમય જણાવવામાં આવ્યો ન લોકેશનની જાણકારી આપવામાં આવી, જો કે ગંભીરતાથી આ મુદ્દે તપાસ કરી હતી, પરંતુ કંઈ શંકાસ્પદ વસ્તુ મળી નહતી.

મુંબઈને હચમચાવી દેનારી બીજી એક ધમકી ર૬ જુલાઈએ મળી હતી. આ ધમકીમાં કહેવામાં આવ્યું હતું કે, છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસને બોમ્બથી ઊડાડી દેવામાં આવશે. ધમકી આપનારનું સ્પષ્ટરૂપે કહેવું હતું કે, સ્ટેશન પર બોમ્બ મૂકવામાં આવશે, જેનાથી મુસાફરના જીવને જોખમ થઈ શકે છે. પોલીસને આ દરમિયાન પણ તપાસમાં કશું જ શંકાસ્પદ ન હતું મળ્યું

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh