Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તા. ૧૦ ઓક્ટોબરે દિલ્હીમાં
જામનગર તા. ૭: સરકારે પેન્શનના નિયમોમાં કરેલ કઠોર સુધારા માન્યતા રદ્ કરવાની માગણી સાથે ફોરમ ઓફ સિવિલ પેન્શનર્સ એસો. દ્વારા એનસીસીપીએના નેજા હેઠળ તબક્કાવાર આંદોલનના કાર્યક્રમની પરાકાષ્ઠાએ તા. ૧૦-૧૦-ર૦રપ ના જંતર-મંતર, નવી દિલ્હીમાં સવારે ૧૧ વાગ્યા સુધી વિશાળ ધરણાં-રેલીનું આયોજન કરવામાં આવેલ છે. મનુભાઈ ચનિયારા એઆઈબીડીપીએના ગુજરાતના સર્કલ સેક્રેટરી અને સેન્ટ્રલ હેક્વાટર દિલ્હીના વાઈસ પ્રેસિડેન્ટએ જણાવેલ કે એઆઈબીડીપીએ ઓલ ઈન્ડિયા ડીઓટી-બીએસએનએલ પેન્શનર્સ એસો. ભારતભરમાંથી દિલ્હી જંતરમંતરમાં ધરણાં-રેલીમાં પ૦૦ સભ્યો અને ગુજરાતમાંથી ર૦ સભ્યો ભાગ લેવા જશે. ગુજરાતના દરેક જિલ્લા મથકોએ દેખાવો યોજવામાં આવશે. આઠમા પગારપંચની કમિટીની રચનાની જાહેરાત કરવા માટે પણ માગ છે, જેથી સમયસર પગારપંચ કર્મચારીઓને મળી શકે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial