Advertisement
Author: નોબત સમાચાર

વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ

પ્રવર્તમાન સમયમાં વ્યાપક જાગૃતિની જરૂર

                                                                                                                                                                                                      

હમણાંથી આત્મહત્યાની ઘટનાઓ અને તેની પાછળના નવા નવા કારણો બહાર આવી રહ્યા છે, અને વ્યાજખોરોનો ત્રાસ, દુષ્કર્મ સાથે હત્યા, દેવું વધી જવું અને બ્લેકમેઈલીંગ જેવા કારણો ઉપરાંત કોઈ વીડિયોગેઈમની લત, મોબાઈલ ફોન નહી લઈ આપતા કે પછી માતા-પિતા દ્વારા સોશિયલ-મીડિયામાં વધુ રચ્યાપચ્યા નહીં રહેવાની સલાહ કે ઠપકા જેવા કારણોસર આત્મહત્યાની ઘટનાઓ સમાજ, સરકાર અને માતા-પિતા-વાલીઓ માટે પડકારરૂપ, ચિંતાજનક અને ચેતી જવા જેવી છે. આત્મ હત્યાના અનેક કારણો હોઈ શકે, અને આત્મહત્યાનો પ્રયાસ તથા આત્મહત્યા માટે પ્રેરણાના ગુન્હાઓમાં થતી કાનૂની કાર્યવાહી છતાં આ અનિચ્છનિય ઘટનાઓ વધી રહી છે, ત્યારે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસે વધુ ગહન મનોમંથન કરવું પડે તેમ છે.

વર્ષ ર૦૦૩ થી દર વર્ષે ૧૦ સપ્ટેમ્બરે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ મનાવાય છે. ઈન્ટરનેશલ એસોસિએશન ફોર સુસાઈડ પ્રિવેન્શન, વિશ્વ આરોગ્ય સંસ્થા, વર્લ્ડ ફેડરેશન ફોર મેન્ટલ હેલ્થ દ્વારા આ ઉજવણી સંયુક્ત રીતે થાય છે. વર્ષ ર૦૧૧ માં વિશ્વના ૪૦ દેશોમાં વિવિધાસભર જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા, ત્યારથી આ દિવસે વિશ્વભરમાં થતી આત્મહત્યાઓ અટકાવવા માટે તેના મૂળભૂત કારણો જાણીને તેના નિવારણ માટેની ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી.

આજના પડકારરૂપ અને જટિલ બનેલા રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સંજોગોની વચ્ચે આત્મહત્યાની મનોવૃત્તિ વધી રહી છે, ત્યારે માત્ર ફોર્માલિટી કે પરંપરા જાળવવા કે એકાદ દિવસ પૂરતી મર્યાદિત નહીં, પરંતુ ગામડાથી મહાનગરો અને પંચાયતોથી પાર્લામેન્ટ સુધી ગહન ચિંતન કરીને ઘનિષ્ઠ પ્રયાસો કરવાની જરૂર છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh