Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઉપરોક્ત રકમ સરકારી તિજોરીમાં જમા કરાવાઈઃ
જામનગર જિલ્લાના જુદા જુદા પોલીસ મથકમાં અલગ અલગ ગુન્હામાં મુદ્દામાલ તરીકે કબજે કરેલા વાહનો લાંબા સમયથી કોઈ છોડાવવા ન આવતા જે તે પોલીસ મથકમાં કમ્ડમ હાલતમાં પડ્યા હતા. આ વાહનોની કાયદા અનુસાર જાહેર હરરાજી યોજવા એસપી ડો. રવિમોહન સૈની દ્વારા અપાયેલી સૂચનાના પગલે લાલપુરના એએસપી પ્રતિભા, ગ્રામ્ય ડીવાયએસપી આર.બી. દેવધા, સિટી ડીવાયએસપી જે.એન. ઝાલા, હેડકવાર્ટર ડીવાયએસપી વી.કે. પંડયાના સુપરવિઝન હેઠળ આ વાહનોની ગણતરી કરવામાં આવી હતી. તે પછી ૧૧૭૯ વાહનો માટે જાહેર હરરાજી યોજાતા તેના રૂ.૫૦ લાખ ૫૫ હજાર ઉપજ્યા છે. આ રકમ સરકારી તિજોરીમાં જમા કરાવવામાં આવી છે. કાર્યવાહીમાં પીઆઈ એન.એ. ચાવડા, પી.પી. ઝા, એન.બી. ડાભી, એમ.એમ. શેખ, વી.જે. રાઠોડ, એન.વી. આંબલીયા, પી.જી. પનારા, આર.એસ. રાજપુત, એચ.વી. રાઠો,ડ જે.જે. ચાવડા, વી.એમ. લગારીયા તથા સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial