Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભારતની ૪૮ અબજ ડોલરની ૧૨ સેકટરની નિકાસ ઘટશેઃ ક્સિીલ રેટિંગ્સની વોર્નિંગ
નવી દિલ્હી તા. ૨૭: ટ્રમ્પે ભારત પર ૫૦ ટકા ટેરિફ ઝીંકતા ભારતના ૧૨ સેકટરની ૪૮ અબજ ડોલરની નિકાસને અસર પહોંચશે. જો કે, હજુ ૩૦ ટકા ચીજવસ્તુઓ પર ટેરિફ વધારો લાગુ થયો નહીં હોવાનુું જાણવા મળે છે.
ભારત હવે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કડક વલણનો સામનો કરી રહૃાું છે. બુધવાર, ૨૭ ઓગસ્ટથી રશિયા પાસેથી તેલ ખરીદવાના દંડ તરીકે, ભારતીય માલસામાન પર અમેરિકામાં ૨૫%નો વધારાનો ટેરિફ લાગુ થઈ ગયો છે. આ સાથે, અમેરિકામાં ભારતીય નિકાસો પર કુલ ૫૦% ટેરિફ લાગુ થવા લાગ્યો છે.
ટ્રમ્પે પહેલાથી જ ભારત પર વેપાર ખાધનો આરોપ લગાવીને ૨૫% ટેરિફ લાદ્યો હતો. હવે ૨૭ ઓગસ્ટથી, ટ્રમ્પ સરકાર રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ અને લશ્કરી ઉપકરણોની ખરીદી ચાલુ રાખવા બદલ ભારત પર વધારાનો ૨૫% ટેરિફ લગાવી રહી છે. ટ્રમ્પનું કહેવું છે કે રશિયા પર દબાણ વધારવા માટે તેઓ ભારત પર ટેરિફ લાદી રહૃાા છે.
જોકે, હાલમાં ટ્રમ્પના ટેરિફથી કેટલાક ક્ષેત્રોને રાહત મળી છે, જેમાં જો આપણે કેટલીક શ્રેણીઓ વિશે વાત કરીએ, તો તે ફાર્માસ્યુટિકલ્સ, ઇલેક્ટ્રોનિક્સ અને પેટ્રોલિયમ ઉત્પાદનો છે, જે ભારતની કુલ નિકાસના ૩૦% છે અને હજુ પણ ટેરિફ મુક્ત છે.
ભારતની મોટાભાગની નિકાસ પર હવે ૫૦ ડ્યુટી લાગુ થશે, જે યુએસ બજારમાં નિકાસકારો માટે પડકારોને ઘણી હદ સુધી વધારશે. ટ્રમ્પ ટેરિફની અસર ભારતના તિરુપુર, નોઈડા, સુરત, વિશાખાપટ્ટનમ અને જોધપુર જેવા ઉત્પાદન કેન્દ્રોમાં પહેલાથી જ દેખાઈ રહી છે અને ઉત્પાદનને તેનાથી ખરાબ અસર થઈ છે, જ્યારે ક્રિસિલ રેટિંગ્સે ચેતવણી આપી છે કે આ નાણાકીય વર્ષમાં કેટલીક ચીજવસ્તુઓના નિકાસ વોલ્યુમમાં ૭૦% સુધીનો ઘટાડો થઈ શકે છે અને ભારતની અમેરિકામાં નિકાસમાં ૪૩%નો ઘટાડો થઈ શકે છે.
ભારતની નિકાસમાં ઘટાડાથી વિયેતનામ, બાંગ્લાદેશ, ચીન, તુર્કી, ઇન્ડોનેશિયા અને મેક્સિકો જેવા સ્પર્ધાત્મક દેશોને ફાયદો થઈ શકે છે, જેમની પાસે ભારત કરતા ઘણા ઓછા ટેરિફ છે. આ દેશો ભારતમાંથી નિકાસ કરાયેલા માલનો પુરવઠો કરીને યુએસ બજારમાં પ્રવેશ કરી શકે છે.
ટેરિફનો સામનો કરવા માટે ભારતની તૈયારી : ભારતે યુએસ ટેરિફની અસર ઘટાડવા માટે પણ તૈયારી કરી છે અને રિપોર્ટ અનુસાર, ભારત સરકાર ૨૫,૦૦૦ કરોડ રૂપિયાના નિકાસ પ્રમોશન મિશન પર કામ કરી રહી છે. આમાં ટ્રેડ ફાઇનાન્સ અને ક્રેડિટ એક્સેસ, ટેક્સટાઇલ અને ફૂડ પ્રોસેસિંગ માટે જીએસટીમાં ફેરફાર, સેઝમાં સુધારા, 'બ્રાન્ડ ઇન્ડિયા' હેઠળ વૈશ્વિક ઈ-કોમર્સ અને વેરહાઉસિંગને પ્રોત્સાહન આપવાનો સમાવેશ થાય છે.
કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે યુએસ ટેરિફ સામે બદલો લેવાની શકયતાને નકારી કાઢી હતી, પરંતુ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ભારત નિકાસકારો અને નોકરીઓનું રક્ષણ કરવા માટે દરેક ઉપલબ્ધ માધ્યમો (નીતિ, નાણાકીય અને રાજદ્વારી)નો ઉપયોગ કરશે. દરમિયાન, ભારત તેના નિકાસ બજારોમાં વૈવિધ્ય લાવવા અને યુએસ સાથે જોડાણ કરવા માટે કામ કરી રહૃાું છે.
સૌથી વધુ ટ્રમ્પ ટેરિફની અસરો પડી શકે છે, તેવા ક્ષેત્રોમાં ટેકસટાઈલ અને કપડાં, રત્ન અને આભૂષણો, ઝીંગા, હોમ ટેકસટાઈલ અને કાર્પેટ, ફર્નિચર, ચામડા અને હેન્ડીક્રાફટનો સમાવેશ થાય છે. તે ઉપરાંત સંભવિત નોકરીઓને પણ વિપરીત અસર થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial