Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આવતીકાલે પારણાં ઉત્સવ થશેઃ
જામનગર તા. ર૭: જિનાશાસનની સૌથી ઉગ્ર તપસ્યામાંથી એક તપસ્યા એટલે માસક્ષમણ ૩૦ દિવસ સુધી માત્ર ઉકાળેલા પાણીનો સંયમિત .પયોગ થકી થતા આ તપને મહામૃત્યુંજ્ય તપ પણ કહેવાય છે. કર્મની નિર્જરા માટે થતા આ મંગલકારી તપને લીધે આત્માનું કલ્યાણ થતું હોવાનો જૈનધર્મના ર૪ માં તિર્થકર મહાવીર સ્વામીનો ઉપદેશ છે. પ્રફુલભાઈ લાલચંદભાઈ મહેતા ના પુત્રવધૂ અમિષાબેન વિશાલભઈ મહેતાએ નાની વયે સૌથી ઉગ્ર ગણાતા મહામૃત્યુંજ્ય તપ (માસ ક્ષમણ-૩૦ ઉપવાસ) વ્યવહારદક્ષ પૂજ્ય આચાર્યદેવ મતિચંદ્ર સાગર સુરીશ્વરજી મ.સા., શ્રી મુનિરાજવ શ્રુતચંદ્ર સાગર મ.સા. તથા સાધ્વીજી સુરક્ષા સાગરજી મ.સા. (આદિઠાણા) ની પાવન નિશ્રામાં અને રૂણી તીર્થોદ્વારક પ.પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવશ્રી કલ્પજયસુરીશ્વરજી મ.સા.ના કૃપાપાત્ર શિષ્યરત્ન પ.પૂ. આચાર્યદેવ શ્રી શીલરત્નસૂરીશ્વરજી મ.સા.ના મંગલ આશિષથી અતિ ઉગ્ર અને કઠિન ગણાતા મહામૃત્યુંજ્ય મહા તપના ૩૦ ઉપવાસ પૂર્ણ કરશે અને તા. ર૮/૮ ના પારણા થશે. આ અવસરે સંતો-મહંતો સહિતના ભાવિકો તપોત્સવ કાર્યક્રમમાં જોડાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial