Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હવામાનની આગાહી મુજબ રાત્રે મેઘાએ બઘડાટી બોલાવતા નગરના માર્ગો જળબંબાકારઃ બન્ને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદના વાવડ
જામનગર તા. ર૯: પવિત્ર આસો માસમાં ગઈ મોડી સાંજથી અષાઢી માહોલ જોવા મળ્યો હતો અને હવામાન વિભાગની આગાહી મુજબ મેઘરાજાનું આગમન થયું હતું. હાલારમાં પણ ગઈકાકાલે અડધાથી સાડાત્રણ ઈંચ જેટલો વરસાદ થતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતાં, તો નવરાત્રિ મહોત્સવ પણ બંધ રાખવાની ફરજ પડી હતી, જો કે અમુક સ્થળે ગરબી યોજાઈ હતી. આમ તો ચોમાસાની મોસમ હવે પૂર્ણ થવાના આરે છે, પરંતુ હાથિયા નક્ષત્ર સાથે વરસાદની આગાહી કરવામાં આવી હતી તે અક્ષરશઃ સત્ય સાબિત થઈ હતી.
ગઈકાલે હાલાર પંથકમાં મોડી સાંજ પછી વાતાવરણ બદલ્યું હતું અને વીજળીના ચમકારા સાથે ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. થોડીવારમાં વરસાદે જોર પકડ્યું હતું અને ધોધમાર વરસદા શરૂ થતાં માર્ગો ઉપર પાણી ફરી વળ્યા હતાં.
ગત્ રાત્રિથી આજે સવાર સુધીમાં જ જામનગરમાં પ૪ મી.મી. (બે ઈંચ), જોડિયામાં ર૪ મી.મી. (એક ઈંચ), ધ્રોળમાં ૩૪ મી.મી. (દોઢ ઈંચ), કાલાવડમાં ૧પ મી.મી. લાલપુરમાં ૩૮ મી.મી. (દોઢ ઈંચ) અને જામજોધપુરમાં ૧પ મી.મી. વરસાદ નોંધાયો હતો.
વીજળીના ચમકારા સાથે થયેલા વરસાદથી ખાસ કરીને ગરબી સ્થળોએ પણ પાણી ભરાયા હોવાથી ગરબીઓ બંધ રાખવાની ફરજ પડી હતી. અમુક સ્થળે ઓપરેશન સિંદૂરની ઉજવણીનું આયોજન હોવાથી તે પૂર્ણ કરાયું હતું. આ સિવાય હાલારમાં મહત્તમ ગરબીઓ બંધ રખાઈ હતી.
તાલુકા મથક ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારા વરસાદના વાવડ છે
જેમાં વસઈમાં ૭૩ મી.મી., લાખાબાવળમાં ૪૦ મી.મી., મોટી બાણુંગારમાં પ્૦, ફલ્લામાં ર૭, જામવણંથલીમાં રપ, મોટી ભલસાણમાં ર૭, અલિયાબાડામાં ૬પ મી.મી., બાલંભામાં ૧પ, દડિયામાં ર૦, પીઠડમાં ૪પ, લતીપુરમાં ર૦, લૈયારામાં ૧૦ મી.મી., નિકાવામાં ર૦ મી.મી., ખરેડીમાં રપ, મોટા વડાળામાં રર, ભલસાણ બેરાજામાં ર૦, નવાગામમાં ૩૦, મોટા પાંચદેવડામાં ૧ર મી.મી., સમાણામાં ર૬, શેઠવડાળામાં ર૦, જામવાડીમાં રર, વાંસજાળિયામાં પ૦, ધુનડામાં ૪પ, ધ્રાફામાં ૩પ, પરડવામાં ર૦, પીપરટોડામાં ૧૪, પડાણામાં ૪૦, ભણગોરમાં રર, મોટા ખડબામાં રપ, મોડપરમાં ૬ર અને હરિપરમાં ર૩ મી.મી. વરસાદ નોંધાયો છે.
તેવી જ રીતે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સારો વરસાદ નોંધાયો છે, જેમાં સવા ઈંચથી સાડાત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. આમ વ્યાપક વરસાદથી નવરાત્રિ મહોત્સવની ઉજવણીમાં ભંગ થયો હતો.
જેમાં દ્વારકામાં સવા ઈંચ, ભાણવડમાં સવાબે ઈંચ, કલ્યાણપુરમાં અને ખંભાળિયામાં સાડાત્રણ ઈંચ વરસાદ થયો છે. સારા વરસાદને કારણે અનેક ગરબી બંધ રહી હતી, તો લોકો પાણીથી પલળતા ઘરે પરત ફર્યા હતાં.
ખેડૂતોને છેલ્લા પાણીની જરૂર હતી અને બોર-કૂવામાંથી પાણીના સિંચાઈ માટે ઉપયોગ કરતા હતાં. આમ ખરા ટાંકણે વરસાદ થતા ખેડૂતો માટે સોના જેવો સાબિત થયો છે, તો અનેક જળાશયમાં વધારાના પાણીની આવક થવા પામી છે.
ભાણવડના અમારા પ્રતિનિધિ જણાવે છે કે, ગઈકાલે સવાબે ઈંચ વરસાદ થયો હતો. આથી નવરાત્રિના ખેલૈયાઓની મજા બગડી હતી.
દિવસભર ધાબળિયા વાતાવરણ પછી મોડી સાંજે ફલ્લાથી અમારા પ્રતિનિનો સંદેશો જણાવે છે કે, ગઈકાલે સવા ઈંચ વરસાદ થયો હતો. ગામની ગરબી બંધ રાખવામાં આવી હતી, તો કપાસના પાકને નુક્સાન થયું છે.
ધોધમાર વરસાદ વરસી જતા શહેરમાં ઠેક ઠેકાણે પાણી ભરાયા હતાં અને ભાણવડ પંથકની ગરબીઓ બંધ રાખવાની ફરજ પડી હતી. આજે પણ વરસાદ થઈ શકે છે તેવો માહોલ જોવા મળી રહ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial