Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સંઘના વ્હોટ્સએપ ગ્રુપમાં ફરતા થયેલા મેસેજ ચર્ચામાં
જામનગર તા. રઃ જામનગરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની શાળાના ત્રણ શિક્ષકો સામે શિક્ષાત્મક પગલાં લેવાયા પછી શિક્ષક સંઘે રજૂઆત કર્યા પછી કોઈ કાર્યવાહી નહીં કરતા સંઘ સામે પણ સવાલો ઊભા થયા છે.
શાળા નંબર ર૯ ના ત્રણ શિક્ષકો સામે ઈજાફો અટકાવવાની શિક્ષા સાથે બદલી સહિતના પગલાં લેવામાં અવ્યા હતાં.
આ બાબતે શિક્ષક સંઘે ત્વરિત પગલાં લઈ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી. ખાસ કરીને શિક્ષણ સમિતિના ચેરમેન, શાસનાધિકારીને રૂબરૂ મળી રજૂઆત કરી હતી, પરંતુ ખાસ કોઈ અસર જોવા મળી ન હતી. આ પછી શિક્ષક સંઘે કંઈ રજૂઆત નહીં કરતા ચર્ચા જાગી હતી.
બીજી તરફ શિક્ષક સંઘના વોટ્સ અપ ગ્રુપમાં મેસેજ ફરતા જોવા મળ્યા હતાં, જેમાં આ ત્રણ શિક્ષકો સંઘને વિશ્વાસમાં લીધા વગર કાનૂની રાહે ન્યાય મેળવવા નિર્ણય કર્યો છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, શાળા નંબર ૩૧ ના શિક્ષક મનહરલાલ વરમોરા અને શાળા નંબર ૧૮ ના શિક્ષક રામગોપાલ મીશ્રાને સમિતિએ સસ્પેન્ડ કર્યા હતાં તેમના માટે પણ સંઘ ખાસ એક્ટિવ જોવા મળ્યું નથી.
અગાઉ ઉચ્ચ પગાર ધોરણની વિટંબણા દૂર કરવા શિક્ષકો પાસેથી ૧ર-૧ર હજારની રકમ ઉઘરાવાઈ હતી પછી તેની ભેટ સોગાદો ખરીદી તેનું વિતરણ થયું હતું, જ્યારે પણ શિક્ષકો નારાજ જોવા મળ્યા હતાં. બીજી તરફ શળા નંબર ર૯ હંમેશાં વિવાદમાં ચમકતી રહે છે, છતાં અમુકને છાવરવાની નીતિ યોગ્ય નથી.
બીજી તરફ સંઘએ એવી સ્પષ્ટતા પણ ગ્રુપમાં કરી છે કે, ત્રણ શિક્ષકોની શિક્ષાત્મક બદલી અંગે સંઘે રજૂઆત કરી હતી, પરંતુ શિક્ષકોએ કાનૂની રાહે પગલાં લેવા નિર્ણય કર્યો હતો. એટલે કે સંઘના પ્રયાસોને તેવો સમજી શક્યા નથી. હકીકતે સંઘ-યુનિયન સામે જરૂરી ચર્ચા કરવાની જરૂર હતી. સંઘ હંમેશાં શિક્ષકો માટે જ કાર્યરત છે. તેમ પણ આ મેસેજમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial