Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઈન્ટરનેશનલ સ્મલીંગ ગેન્ગનો હાથ ? કડક પૂછપરછ
અમદાવાદ તા. ૯: અમદાવાદ એરપોર્ટ પર દુબઈથી આવેલા પેસેન્જર પાસેથી રૂ।. ૯૬ લાખનું સોનું ઝડપાયું છે. લગડી અન્ડરવિયરમાં છુપાવી હતી.
અમદાવાદના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ વિભાગે સોનાની હેરાફેરીનું એક મોટું રેકેટ ઝડપ્યું છે. સોમવારે (નવમી ફેબ્રુઆરી) વહેલી સવારે દુબઈથી આવેલી એક ફલાઈટમાં ભારતીય પેસેન્જરની શંકાસ્પદ હિલચાલને આધારે અટકાયત કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં જ પેસેન્જર પાસેથી આશરે ૯૬ લાખની કિંમત ધરાવતી સોનાની લગડીઓ મળી આવતા એરપોર્ટ પર ફફડાટ મચી ગયો હતો.
પેસેન્જરે કસ્ટમ અધિકારીઓની નજરથી બચવા માટે ચાલાકીપૂર્વક સોનું છુપાવ્યું હતું. તેણે પોતાના અન્ડરવિયરમાં ખાસ ખિસ્સા બનાવીને બે ગોલ્ડ બાર સંતાડ્યા હતાં. પરંતુ જ્યારે અધિકારીઓએ તેની તપાસ કરી ત્યારે ચોંકાવનારી વિગત સામે આવી હતી. પેસેન્જરે બાકીનું સોનું પોતાના અંડરવિયરની અંદર છુપાવી રાખ્યું હતું. કુલ ૩ર૪.૧૪ ગ્રામ વજન ધરાવતી ત્રણ સોનાની લગડીઓ જપ્ત કરવામાં આવી છે. જેની શુદ્ધતાની ચકાસણી બાદ કસ્ટમ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
હાલમાં કસ્ટમ વિભાગ દ્વારા પકડાયેલા પેસેન્જરની કડક પૂછપરછ કરવામાં આવી રહી છે. અધિકારીઓએ એ જાણવાનો પ્રયાસ કરી રહ્યાં છે કે, આ સોનાનો જથ્થો કોને પહોંચાડવાનો હતો અને શું આની પાછળ કોઈ ઈન્ટરનેશનલ સ્મગલિંગ ગેંગ સક્રિય છે કે નહીં. અંડરવિયરમાંથી મળી આવેલા વધારાના સોનાના જથ્થાનું મૂલ્ય નક્કી કરવા માટે તપાસ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial