Advertisement
Author: નોબત સમાચાર

જોડિયા ભુંગામાં શ્વાને બાળકને ભર્યા બટકા

લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં દાખલ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩૦: જામનગરના જોડિયા ભુંગા વિસ્તારમાં આઠથી નવ વર્ષના બાળકને શ્વાને બટકા ભરતા બાળકને હોસ્પિટલમાં સારવાર લેવાની ફરજ પડી હતી. અવારનવાર બનતા આવા બનાવોથી સ્થાનિક રહેવાસીઓમાં રોષ ફેલાયો છે.

શહેરના વોર્ડ નંબર ૧ ના જોડિયા ભુંગા વિસ્તારમાં આંગણવાડીવાળા ચોકમાં ગત્ તા. ર૭ ના સાયકલ લઈને જતા આઠેક વર્ષના બાળકને રસ્તે રઝળતા શ્વાને બટકા ભરી લેતા લોહીલુહાણ બનેલા બાળકને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયો હતો. આ અંગે બાળકના પિતાએ આક્રોશ વ્યક્ત કરી જરૂરી પગલાં લેવા માગ કરી છે. આ વિસ્તારના સામાજિક કાર્યકર અનવર સંઘારએ પણ જણાવ્યું છે કે, શ્વાનના ખસીકરણનું કામ યોગ્ય રીતે થતું નથી. માત્ર બીલો બનાવી લેવાતા હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે.

છેલ્લા થોડા સમયમાં આ વિસ્તારમાં ત્રણ લોકોને શ્વાને બટકા ભર્યા છે. હવે તંત્રએ નક્કર કામગીરી કરવી જોઈએ તેવી માંગણી કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh