Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સેશન્સ કોર્ટમાં અરજી રદ્દ થયા પછી હાઈકોર્ટમાંથી અરજી પાછી ખેંચાઈઃ
જામનગર તા. ૨૯: જામનગરની જાણીતી હોટલના એક ભાગીદારે હોટલના એકાઉન્ટન્ટ પર જીવલેણ હુમલો કરાવ્યાના નોંધાયેલા ગુન્હામાં આ ભાગીદારે હાઈકોર્ટમાં આગોતરા જામીન મેળવવા કરેલી અરજી પરત ખેંચી લેવી પડી છે. જેના પગલે તેઓની ધરપકડ સામેનો માર્ગ ખૂલો થવા પામ્યો છે.
જામનગરના સમર્પણ સર્કલ નજીક આવેલી હોટલ વિશાલ ઈન્ટરનેશનલના ભાગીદારો વચ્ચે ઉભા થયેલા વિખવાદ દરમિયાન ગઈ તા.૨૬-૧૧-રપની રાત્રે આ હોટલના એકાઉન્ટન્ટ અમિત ચંદુભાઈ ચુડાસમાને ફોન કરીને કાલથી તારે કામ પર જવાનું નથી તેમ કહેવાતા છેલ્લા પંદર વર્ષથી એકાઉન્ટન્ટ તરીકે કામ કરતા અમિતભાઈએ એમ કેમ કરવાનું છે તેમ પૂછતા મળવા માટે બહાર બોલાવાયા હતા.
પોતાના ઘરેથી બહાર આવેલા અમિતભાઈ પર મિલન હંજડા, અનિલ ભદ્રા સહિતના વ્યક્તિઓએ ધોકા-પાઈપથી હુમલો કરી અમિતની હત્યાનો પ્રયાસ કર્યાે હતો. ઉપરોક્ત હુમલો જામનગરના ભાનુશાળી જ્ઞાતિના પ્રમુખ કિરીટભાઈ ભદ્રાના ઈશારે કરાયો હોવાની પોલીસમાં ફરિયાદ કરાઈ હતી. પોલીસે કિરીટભાઈ મનસુખભાઈ ભદ્રા સહિતના આરોપીઓ સામે ગુન્હો નોંધ્યો હતો.
આ કેસમાં પોલીસ પોતાની ધરપકડ કરશે તેવી ભીતિથી કિરીટભાઈ ભદ્રાએ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. તે નામંજૂર રહેતા હાઈકોર્ટમાં આગોતરા જામીન માંગવામાં આવ્યા હતા. તેનો નિકાલ આવે તે પહેલાં આ અરજી રદ્દ થવાની શક્યતા જણાતા આખરે કિરીટભાઈએ પોતાની આગોતરા જામીન અરજી વિથ-ડ્રો કરી લીધી છે. જેના પગલે તેઓની ધરપકડ માટેનો માર્ગ ખૂલ્લો થયો છે. મૂળ ફરિયાદી અમિત ચંદુભાઈ તરફથી વકીલ રાજેશ ગોસાઈ, પ્રેમલ રાચ્છ, વિશાલ જાની, એચ.આર. ગોહિલ, રજનીકાંત નાખવા, નિતેશ મુછડીયા, કરણ પટેલ રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial