Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તા. ૨૯-૦૯-૨૦૨૫ ના સવારે ૧૦ કલાકે....
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ૧ ઓક્ટોબરથી ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ્સ પર ૧૦૦% સાથે અનેક બીજા સેક્ટરો પર પણ ટેરિફ લગાવવાની જાહેરાતના પગલે તેમજ જીએસટી દરોમાં ઘટાડાને બજાર ડિસ્કાઉન્ટ કરી રહ્યું હોવા સાથે તહેવારોની સીઝનમાં કન્ઝયુમર ડયુરેબલ્સ, વાહનોની ખરીદી એકંદર અપેક્ષિત નહીં હોવાના અહેવાલોએ ગત સપ્તાહ દરમિયાન ભારતીય શેરબજારમાં અંદાજીત ૨૨૦૦ પોઈન્ટથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ આજે સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે નીચા મથાળેથી રિકવરી થતા શેરબજારની શરૂઆત ઉછાળા સાથે થઇ હતી.
વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો શુક્રવારે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૨૮%ના ઉછાળા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસ એન્ડ પી ૫૦૦ ૦.૫૯% અને નેસ્ડેક ૦.૪૪% વધીને સેટલ થયા હતા. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૨૧% વધીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૧૫% ઘટીને ટ્રેડ થઇ રહ્યા હતા.
બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૩૦૯૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૩૨૧ અને વધનારની સંખ્યા ૧૫૭૫ રહી હતી, ૧૯૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૭૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૦૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
ભારતીય શેરબજારમાં આજે બીએસઈ પર માત્ર એફએમસીજી, બેન્કેકસ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરમાં ઘટાડો જોવા મળ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા હતા.
કોમોડિટી...
એમસીએક્સ ગોલ્ડ : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ઓક્ટોબર ગોલ્ડ રૂ.૧,૧૪,૩૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૧,૧૪,૬૨૭ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૧,૧૪,૩૦૦ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૬૮૭ પોઈન્ટના ઉછાળા સાથે રૂ.૧,૧૪,૪૭૫ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!
એમસીએક્સ સિલ્વર : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ડીસેમ્બર સિલ્વર રૂ.૧,૪૧,૭૫૮ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૧,૪૩,૯૬૮ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૧,૪૧,૭૫૮ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૧૨૧૦ પોઈન્ટના ઉછાળા સાથે રૂ.૧,૪૩,૦૬૦ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!
સ્ટોક સ્પેસિફિક રેન્જ મુવમેન્ટ....
અદાણી ગ્રીન (૧૦૫૭) : પાવર જનરેશન સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૦૩૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૦૧૭ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૦૭૩ થી રૂ.૧૦૮૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ.૧૦૮૮ ઉપર તેજી તરફી ધ્યાન...!!
સ્ટેટ બેંક (૮૫૮) : એ/ટી પ્લસ-૧ ગ્રુપનો આ સ્ટોક રૂ.૮૪૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ.૮૩૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૮૭૩ થી રૂ.૮૮૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!!
એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સ (૫૬૭) : રૂ.૫૪૪ નો પ્રથમ તેમજ રૂ.૫૩૦ બીજા સપોર્ટથી હાઉસિંગ ફાઇનાન્સ કંપની સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૫૮૦ થી રૂ.૫૯૩ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!!
ભારત ઈલેક્ટ્રોનિક્સ (૪૦૨) : એરોસ્પેસ અને ડિફેન્સ સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૪૧૭ થી રૂ.૪૨૪ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે!! અંદાજીત રૂ.૩૮૮ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો...!!!
બજારની ભાવિ દિશા.... મિત્રો, મ્યુચ્યુઅલ ફંડમાં લિસ્ટેડ કંપનીઓના આ રેકોર્ડ સ્તરના રોકાણને મહત્વપૂર્ણ સંકેત માનવામાં આવે છે. બજારમાં અનિશ્ચિતતા અને મર્યાદિત વૃદ્ધિ માર્ગો હોવા છતાં, કંપનીઓ પોતાની વધારાની રોકડને મૂડી સાચવવા માટે મુખ્યત્વે ડેટ અથવા લિક્વિડ ફંડ્સમાં મૂકે છે, જે બજારમાં સ્થિરતા લાવી શકે છે. બિન-નાણાકીય કંપનીઓના રેકોર્ડ સ્તરના રોકડ બેલેન્સ અને ઓછી બેંક વ્યાજદરની પરિસ્થિતિ મ્યુચ્યુઅલ ફંડ્સમાં પ્રવાહ જાળવી રાખશે, જેના કારણે ડેટ ફંડ્સમાં સતત માંગ રહેવાની સંભાવના છે. આ પ્રવાહ ઈક્વિટી માર્કેટમાં તાત્કાલિક તેજી લાવવાને બદલે બજારના ઉતાર - ચઢાવ સામે સપોર્ટ પૂરો પાડવાની ભૂમિકા ભજવી શકે છે.
જોકે, કંપનીઓ નવી ક્ષમતામાં મૂડી ખર્ચને ટાળી રહી છે અને મજબૂત આર્થિક વૃદ્ધિ ન દેખાય ત્યાં સુધી મોટું ઈક્વિટી રોકાણ શક્ય નથી. તેથી, બજારની ભાવિ દિશા મર્યાદિત પણ સ્થિર રહી શકે છે, જ્યાં મ્યુચ્યુઅલ ફંડના સતત પ્રવાહના કારણે મોટા પડકારો વચ્ચે પણ બજારમાં ટેકો મળી શકે છે. જો વ્યાજદરમાં વધારો કે વૈશ્વિક ટેરિફ અનિશ્ચિતતા ઓછી થાય તો આગામી દિવસોમાં ઈક્વિટી માર્કેટમાં ધીરે ધીરે રોકાણ મજબૂત બની શકે છે.