Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્વામી ચૈતન્યાનંદ ઉર્ફે પાર્થસારથી સામે એફઆઈઆર
નવી દિલ્હી તા. ૨૪ઃ દિલ્હીની શૈક્ષણિક સંસ્થાનમાં ૧૭ વિદ્યાર્થિનીઓએ યૌન શોષણનો આરોપ લગાવ્યા પછી સ્વામી ચૈતન્યાનંદ સામે એફઆઈઆર નોંધાઈ છે. આ ઘટનાની જાણ થતાં જ લોકોમાં ખળભળાટ મચી ગયો છે.
દિલ્હીની એક મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટમાં ૧૭ છોકરીઓ સાથે અભદ્ર વર્તનનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શ્રી શારદા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયન મેનેજમેન્ટના વિદ્યાર્થીઓએ ચૈતન્યનંદ સરસ્વતી ઉર્ફે પાર્થ સારથી સામે ગંભીર આરોપો લગાવ્યા છે.
દિલ્હી પોલીસે સંસ્થાના સંચાલક પીએ મુરલીની ફરિયાદના આધારે કેસ નોંધ્યો છે. આ સંસ્થા શારદાપીઠ શ્રૃંગેરી સાથે જોડાયેલી છે.
વસંત કુંજ ઉત્તર પોલીસ સ્ટેશનમાં પી.એ મુરલી દ્વારા નોંધાવામાં આવેલી ફરિયાદમાં જણાવાયું છે કે સ્વામી ચૈતન્યાનંદ સરસ્વતી ઉર્ફે ડો. સ્વામી પાર્થ સારથીએ શ્રી શારદા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયન મેનેજમેન્ટમાં આર્થિક રીતે નબળા વર્ગ (ઈડબલ્યુએસ)ની વિદ્યાર્થીઓનું જાતીય શોષણ કર્યું હતું.
પીડિતાઓ ઈડબલ્યુએસ શિષ્યવૃત્તિ હેઠળ પીજીડીએમ (પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન મેનેજમેન્ટ) કોર્સ કરી રહી છે. પોલીસે આ ફરિયાદના આધારે ૩૨ વિદ્યાર્થિનીના નિવેદન નોંધ્યા હતા, જેમાંથી ૧૭ વિદ્યાર્થિનીએ આરોપ લગાવ્યો હતો કે ચૈતન્યાનંદ સરસ્વતી તેમની સાથે અભદ્ર ભાષામાં વાત કરતાં હતા, તેમજ વોટ્સએપ પર અશ્લીલ મેસેજ મોકલતા હતાં. વધુમાં અનિચ્છનીય શારીરિક અડપલાં પણ કરતાં હતાં.
પીડિતાએ એ પણ અહેવાલ આપ્યો હતો કે સંસ્થામાં કેટલીક મહિલા ફેકલ્ટી અને વહીવટી કર્મચારીઓએ આરોપીની માંગણીઓનું પાલન કરવા માટે દબાણ કર્યું હતું.
ફરિયાદ પછી પોલીસે આઈપીસીની કલમ ૭૫(૨), ૭૯ અને ૩૫૧(૨) હેઠળ કેસ નોંધી તપાસ શરૃ કરી હતી. તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા હતાં, ઘટનાસ્થળ અને આરોપીના ઘરે દરોડા પાડ્યા હતા. પરંતુ આરોપી ફરાર છે.
પોલીસે સંસ્થાના ભોંયરામાં પાર્ક કરેલી એક વોલ્વો કાર જપ્ત કરી હતી. જેનો ઉપયોગ આરોપી કરતો હતો. આ કારમાં નકલી ડિપ્લોમેટિક નંબર પ્લેટ (૩૯ યુએસ ૧) હતી. પોલીસે સંસ્થામાંથી સીસીટીવી ફૂટેજ જપ્ત કરીને તેને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપ્યા છે. ૧૭ પીડિતોના નિવેદનો ન્યાયિક મેજિસ્ટ્રેટ સમક્ષ નોંધવામાં આવ્યા છે.
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીનું છેલ્લું લોકેશન આગ્રા નજીક મળી આવ્યું હતું, અને તેની શોધ ચાલુ છે. ઘટના પછી, શ્રી શારદા સંસ્થાન અને શ્રૃંગેરી મઠ વહીવટીતંત્રે આરોપીને તમામ હોદ્દા પરથી દૂર કરી દીધો છે અને તેની સાથેના સંબંધો તોડી નાખ્યા છે. શ્રી શારદા પીઠમે આરોપીની પ્રવૃત્તિઓને 'ગેરકાયદેસર, અયોગ્ય અને સંસ્થાના હિતોની વિરુદ્ધ' ગણાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial