Advertisement
Author: નોબત સમાચાર

જામનગર મહાનગરપાલિકાની પ્રાથમિક મતદાર યાદી જાહેરઃ કુલ ૪,૪ર,૮૪૧ મતદારો નોંધાયા

ગત્ ચૂંટણીની સરખામણીએ ૪૬ હજાર મતદાર ઘટ્યા

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૪: જામનગર મહાનગર પાલિકાની સામાન્ય ચૂંટણીઓ આવતા નજીકના સમયમાં યોજાનાર છે, ત્યારે ચૂંટણીલક્ષી કામગીરી શરૂ થઈ ચૂકી છે. મહાનગરપાલિકાની પ્રાથમિક મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. શહેરના તમામ ૧૬ વોર્ડમાં કુલ ૪,૪ર,૮૪૧ મતદારો નોંધાયેલ છે. એસ.આઈ.આર.ની કામગીરીના અને અન્ય કોઈ કારણોસર મહાનગર પાલિકાની ગત્ સામાન્ય ચૂંટણીની સરખામણીએ ૪૬ હજાર મતદારો વધ્યા છે.

જામનગર મહાનગર પાલિકાની સામાન્ય ચૂંટણીઓ આગામી ટૂંક સમયમાં યોજાનાર છે. આ માટે ૪,૪૨,૮૪૧ મતદારો નોંધાયા છે. આ મતદારો માટે ૪૧ર બુથમાં મતદાનની વ્યવસ્થા કરવામાં આવશે.

વર્ષ ર૦ર૧ ની જામનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીની સરખામણીએ ૪૬,૧પપ મતદારો ઘટ્યા છે. આ માટે એસ.આઈ.આર.ની તેમજ અન્ય કોઈ કારણ ગણી શકાય. કુલ ૧૬ વોર્ડની ૬૪ બેઠક માટે પ૦ ટકા મુજબ ૩ર બેઠકો મહિલા માટે અનામત છે, જેમાં આઠ ઓબીસી, મહિલા, બે અનુ.સૂચિત જાતિ મહિલા બેઠક અનામત છે. પુરુષમાં ર૦ સામાન્ય, ૯ ઓબીસી અનુ.જાતિની બે, અને એક અનુ.આદિજાતિ બેઠકનો સમાવેશ થાય છે.

ગત્ વર્ષ ર૦ર૧ ની સામાન્ય ચૂંટણીમાં ૬૪ માંથી ભાજપને પ૦, કોંગ્રેસને ૧૧ અને બસપાને ૩ બેઠક મળી હતી. હવે આગામી ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને 'આપ' પણ ચૂંટણીમાં ઝુંકાવશે. ઉપરાંત સપા, બસપા, અપક્ષ સહિતના ઉમેદવારો મેદાનમાં ઉતરશે, જ્યારે આ ચૂંટણીમાં કોનો વિજય થાય છે એ તો આવનાર સમયમાં જ ખબર પડશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh