Advertisement
Author: નોબત સમાચાર

સલાયામાં રામનવમીએ ફરાળી સમૂહ ભોજન

રામનવમીની ૫ૂર્વ સંધ્યાએ શ્રીનાથજીની ઝાંખીઃ

                                                                                                                                                                                                      

સલાયા તા. ર૪: મૂળ સલાયાના અને હાલ પોરબંદર રહેતા રઘુવંશી સમાજના અગ્રણી કિશોરભાઈ ભગવાનદાસ જાખરીયા પરિવાર દ્વારા સલાયામાં લોહાણા મહાજનવાડીમાં એમના પરિવારજનો સ્વ. ભગવાનદાસ રામજીભાઈ જાખરીયા, સ્વ. ભાનુબેન, સ્વ. ગોવર્ધનભાઈ, સ્વ. પ્રફુલભાઈ, સ્વ. અનિલભાઈ તથા પુત્રી સ્વ. રીનાબેન અને ભાણેજ, સ્વ. મયુરભાઈની પુણ્ય સ્મૃતિમાં સલાયામાં ર૭-૩-ર૦ર૬ ના શુક્રવારે રામનવમીના સવારે ૯.૩૦ વાગ્યે જલારામ મંદિરે નૂતન ધ્વજારોહણ તથા બપોરે ૧ કલાકે લોહાણા મહાજન વાડીમાં લોહાણા સમાજ, સારસ્વત મહાસ્થાન, બ્રહ્મસમાજ, રાજગોર સમાજ તથા સાધુ સમાજનું ફરાળી સમૂહ ભોજન (નાત) નું આયોજન કરવામાં આવ્યું છે.

રામનવમીની પૂર્વ સંધ્યાએ તા. ર૬ તારીખના ગુરૂવારે રાત્રે ૧૦ વાગ્યે લોહાણા મહાજનવાડીમાં ગૌમાતા અને અબોલજીવોના લાભાર્થે પોરબંદરના વિશાલભાઈ રાજયગુરૂ તથા ટીમ દ્વારા શ્રીનાથજીની ઝાંખીનું પણ આયોજન કરાયું છે. આ ધાર્મિક  પ્રસંગમાં જ્ઞાતિબંધુઓને પધારવા જાખરીયા પરિવાર દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ ધાર્મિક પ્રસંગને સફળ બનાવવા સલાયા લોહાણા મહાજન અને જલારામ સેવા સમિતિ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh