Advertisement
Author: નોબત સમાચાર

કજુરડા ગામ નજીકનું રોડ ડીવાઈડર સત્વરે ખુલ્લુ કરવા ગ્રામજનોની માગ

ખંભાળિયા-જામનગર ધોરીમાર્ગ પર

                                                                                                                                                                                                      

વાડીનાર તા. ર૩: ખંભાળિયા-જામગર ધોરીમાર્ગે કજુરડાના પાટિયા પાસેનું ડીવાઈડર બંધ કરી દેવામાં આવતા ગ્રામજનોને વધુ લંબાઈનો રસ્તો કાપવો પડે છે. આથી વાહનચાલકોને ફરજિયાત વન-વેમાં વાહન ચલાવવાની ફરજ પડે છે, જે અકસ્માતનું કારણ બને છે.

કજુરડા ગામના પાટિયા પાસેનું રોડ ડીવાઈડર હાઈ-વે ઓથોરીટીએ બંધ કરી દીધું છે.

ખંભાળિયા નજીક દેવરિયા ગામના પાટિયા સુધી આશરે ૧૦ કિ.મી.નું લાંબુ ચક્કર લાગવવા વાહનચાલકોને જવું પડે છે, જે ઈમરજન્સી સમયે જીવલેણ સાબિત થઈ શકે છે.

આ ડીવાઈડર બંધ કરી દેવામાં આવતા સ્થાનિકો, અપડાઉન કરતા વેપારીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો, શ્રમિકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

આ અંગે સ્થાનિક ગ્રામજનોએ જિલ્લા કલેક્ટર અને વાડીનાર મરીન પોલીસ સ્ટેશનમાં લોકદરબાર સમયે એસ.પી. સમક્ષ રજૂઆતો પણ કરી હતી, છતાં તંત્ર દ્વારા કોઈ યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી.

જો કોઈ કંપનીના દરવાજા પાસે ડીવાઈડર બંધ કરવામાં આવે તો તરતજ ખુલ્લી જાય છે, તેવો આક્ષેપ પણ ગ્રામજનોએ કર્યો છે, અને સત્વરે કજુરડા પાસેનું ડીવાડઈર ખુલ્લુ કરવા માગ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh