Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બાકી વેરાની વસૂલાત અન્વયે કાર્યવાહીઃ
જામનગર તા. ર૩: જામનગર મહાનગરપાલિકા દ્વારા બાકી વેરા વસૂલાત અન્વયે મિલકત સીલના પગલાં લેવામાં આવી રહ્યા છે, જે અન્વયે આજે સવારે વધુ ત્રણ મિલકત સીલ કરવામાં આવી હતી.
જામનગર મહાનગર પાલિકાના કમિશનર ડી.એન. મોદીની સૂચનાથી આસી. કમિશનર (ટેક્સ) જીગ્નેશ નિર્મળની દેખરેખ હેઠળ ટેક્સ વિભાગની ટીમ દ્વારા મિલકત જપ્તિની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આજે સવારે પણ ત્રણ મિલકતો સીલ કરવામાં આવી હતી, જેમાં બેડેશ્વર કાપડમીલ કંપાઉન્ડમાં હર્ષિદાબેન અશોકકુમાર બદિયાણી (રૂ।. ૧,૩૩,પરપ), મયુરનગર વામ્બે આવાસ નજીક ખોડાભાઈ લીંબાભાઈ વકાતરની દુકાન (રૂ।. પ૮૦પ૮), અને મેઘાભાઈ લીલાભાઈ વકર (દુકાન નં. ર૯) (રૂ।. પ૮૦પ૮) નો સમાવેશ થાય છે.
આ કામગીરી વેરા રિકવરી ટીમના ઈન્ચાર્જ ટેક્સ ઓફિસર હસમુખ માડેર, ઈન્ચાર્જ ઓ.એસ. વારસુરભાઈ, ટેક્સ ઈન્સ્પેક્ટર વિજય ભટ્ટી, ઉપરાંત અભિજીતસિંહ જાડેજા, શક્તિસિંહ ગોહિલ, દિપેશ ચુડાસમા, કિરીટ વાઘેલા અને મનસુખભાઈ વિગેરેએ કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial