Advertisement
Author: નોબત સમાચાર

લાલપુરના પીપળી પાસે બસ ડ્રાઈવરને ઝીંકી દેવાયા ફડાકાઃ એક શખ્સ સામે ગુન્હો

હુમલા પછી બીજા પક્ષની વળતી ફરિયાદઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૮: લાલપુરના પીપળીના એક બસ ડ્રાઈવરે પીપળી ગામના જ બીજા બસ ડ્રાઈવર સામે ગાળો ભાંડી ફડાકા ઝીંક્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. બુધવારે બનેલા આ બનાવમાં એક ફરિયાદ થયા પછી સામાપક્ષે પણ વળતી ફરિયાદ કરી છે.

લાલપુર તાલુકાના પીપળી ગામમાં રહેતા અને મજૂરને લેવા-મૂકવા જવાની બસમાં ડ્રાઈવર તરીકે કામ કરતા ગોવિંદભાઈ કેસુરભાઈ ગુજરીયાએ ગઈકાલે મેઘપર પોલીસ સ્ટેશનમાં પીપળી ગામના જ ભરત ટોયટા નામના શખ્સ સામે ગાળો ભાંડી ફડાકા ઝીંક્યાની ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ બસ ભરવા બાબતે બોલાચાલી થયા પછી હુમલો કરાયાનું જણાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, આ ફરિયાદ કરનાર વ્યક્તિ સામે ભરત ટોયટાએ ગયા બુધવારે સાંજે લેબર કોલોની-૮ પાસે આડેથી બસનો વારો લગાડી ઝઘડો કરવા ઉપરાંત પોતાના પર હુમલો કરાયાની મેઘપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાયા પછી વળતી ફરિયાદ કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh