Advertisement
Author: નોબત સમાચાર

ચોરીના ગુન્હામાં ઝડપાયા પછી જેલ હવાલે રહેલા આરોપીના જામીન નામંજૂર

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૮: જામનગરના એક આસામીના મકાનમાં બે સપ્તાહ પહેલાં થયેલી ચોરીના ગુન્હામાં પકડાયેલા બે આરોપીમાંથી એક આરોપીએ જામીનમુક્ત થવા અદાલતમાં કરેલી અરજી ફગાવી દેવામાં આવી છે.

જામનગરના અલી અસગરભાઈ ગાંધીના આસામીના મકાનમાં ગઈ તા.૧રની સવારે ચોરી થઈ હતી. જેમાં રૂ।.૪૫ હજાર રોકડા અને રૂ।.૩ લાખ ૬૦ હજારના સોનાના દાગીના ચોરાઈ ગયા હતા. પોલીસમાં તેની ફરિયાદ કરાતા તપાસ શરૂ થઈ હતી. પોલીસે આ ગુન્હામાં એજાઝ કાદર શેખ, શકીલ અનવર ખફીની ધરપકડ કરી જેલહવાલે કર્યા હતા. આરોપી પૈકીના શકીલ અનવર ખફીએ જામીનમુક્ત થવા અરજી કરતા અદાલતે સરકારી વકીલ રાજેશ વશીયરની દલીલ ગ્રાહ્ય રાખી આરોપીની અરજી નકારી કાઢી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh