Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અમેરિકન ઈતિહાસનો સૌથી મોટો સોદોઃ ટ્રમ્પ
વોશિંગ્ટન તા. ૧૧: અમેરિકામાં રિલાયન્સ રિફાઈનરી માટે અબજો ડોલરનું રોકાણ કરશે, તેવી માહિતી ટ્રમ્પે સોશ્યલ મીડિયાના માધ્યમથી આપી છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટેક્સાસમાં ૫૦ વર્ષ પછી પહેલી નવી ઓઈલ રિફાઈનરી ખોલવાની ઐતિહાસિક જાહેરાત કરી છે. આ પ્રોજેક્ટમાં ભારતની અગ્રણી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ મહત્ત્વની ભાગીદાર બની છે અને કરોડો ડોલરનું રોકાણ કરવા જઈ રહી છે.
ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર જાહેરાત કરી છે કે 'અમેરિકા ફર્સ્ટ રિફાઇનિંગ' ટેક્સાસના બ્રાઉન્સવિલેમાં દેશની પ્રથમ નવી રિફાઈનરી સ્થાપવા જઈ રહી છે. ટ્રમ્પે તેને અમેરિકાના ઈતિહાસની સૌથી મોટી ૩૦૦ બિલિયનની ડીલ ગણાવી છે.
આ પ્રોજેક્ટની સૌથી મહત્ત્વની કડી ભારતની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ છે. રિલાયન્સે આ નવી રિફાઈનરીમાં તૈયાર થનારા ઇંધણને ખરીદવા અને વેચવા માટે ૨૦ વર્ષનો લાંબાગાળાનો કરાર કર્યો છે. જોકે, આ અંગે રિલાયન્સ તરફથી હજુ સુધી સત્તાવાર નિવેદન આવ્યું નથી, પરંતુ અમેરિકન મીડિયા અને વ્હાઇટ હાઉસ આ ડીલને ગેમ-ચેન્જર માની રહૃાા છે.
ટ્રમ્પ વહીવટીતંત્ર 'અમેરિકન એનર્જી ડોમિનન્સ'ની નીતિ પર ભાર મૂકી રહૃાું છે. ઈરાન-ઈઝરાયલ યુદ્ધને કારણે વધતા તેલના ભાવ વચ્ચે આ પગલું વૈશ્વિક ચિંતાઓને શાંત કરવા માટે લેવાયું છે.
ટેક્સાસની આ રિફાઈનરી દરરોજ અંદાજે ૧,૬૦,૦૦૦ બેરલ તેલ પ્રોસેસ કરવાની ક્ષમતા ધરાવશે. તેને ખાસ કરીને અમેરિકી શેલ તેલ પ્રોસેસ કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.
આ પ્રોજેક્ટથી સાઉથ ટેક્સાસમાં હજારો નોકરીઓ ઉભી થશે અને અબજો ડોલરની આર્થિક પ્રવૃત્તિ વધશે.
ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે આ દુનિયાની સૌથી 'ક્લીન' એટલે કે પર્યાવરણને ઓછું નુકસાન પહોંચાડનારી રિફાઈનરી હશે.
તેમણે કહૃાું કે પરમિટ પ્રક્રિયા સરળ બનાવવી અને ટેક્સમાં ઘટાડો કરવાના કારણે જ અબજો ડોલરની ડીલ્સ અમેરિકામાં પરત આવી રહી છે. રિફાઈનરીનું નિર્માણ આ વર્ષના બીજા ક્વાર્ટરમાં શરૂ થવાની ધારણા છે.
સુત્રો મુજબ આ પ્રોજેક્ટ આશરે ડોલર ૩૦૦ બિલિયનનો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટેક્સાસમાં ૩૦૦ બિલિયન (આશરે રૂ. ૨૫.૩૫ લાખ કરોડ) ની ઓઇલ રિફાઇનરી બનાવવાની જાહેરાત કરતી વખતે ભારત અને તેની સૌથી મોટી ખાનગી ઉર્જા કંપની રિલાયન્સનો આભાર માન્યો છે. તેને ઐતિહાસિક રોકાણ ગણાવતા ટ્રમ્પે કહૃાું કે તે અમેરિકા ફર્સ્ટ નીતિ માટે એક મોટી જીત છે. આ પ્રોજેક્ટ દ્વારા અમેરિકા ઉર્જા ક્ષેત્રમાં પોતાનું વર્ચસ્વ ફરીથી સ્થાપિત કરશે.
બ્રાઉન્સવિલે બંદર યુએસ ગલ્ફ કોસ્ટ પર એક મુખ્ય શિપિગ હબ છે. આ રિફાઇનરી યુએસ સ્થાનિક બજારમાં ઇંધણ સપ્લાય કરવાની સાથે સાથે વૈશ્વિક ઉર્જા નિકાસને વેગ આપવાની અપેક્ષા રાખે છે. ટ્રમ્પે દાવો કર્યો હતો કે આ રિફાઇનરી વિશ્વમાં સૌથી સ્વચ્છ હશે.
ટ્રમ્પે આ રોકાણને તેમના અમેરિકા ફર્સ્ટ એજન્ડા સાથે જોડ્યું. તેમનું કહેવું છે કે પરમિટ પ્રક્રિયાને સરળ બનાવવા અને કર ઘટાડવા જેવી નીતિઓને કારણે અમેરિકામાં મોટા રોકાણો આકર્ષિત થઈ રહૃાા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial