Advertisement
Author: નોબત સમાચાર

મોમાઈનગરમાં જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતા આઠ મહિલા ઝડપાયા

પટમાંથી રૂ।.૧૦૨૦૦ રોકડા કબજે કરાયાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૧: જામનગરના મોમાઈનગર વિસ્તારમાં ગઈકાલે સાંજે જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતા આઠ મહિલાને પોલીસે પકડી પાડ્યા હતા. પટમાંથી રૂ।.૧૦૨૦૦ રોકડા કબજે કરી પોલીસે ગુન્હો નોંધ્યો છે.

જામનગરના ગાંધીનગર વિસ્તાર પાસે આવેલા મોમાઈનગરમાં ગઈકાલે સાંજે કેટલાક મહિલાઓ જાહેરમાં એકઠા થઈ ગંજીપાના વડે જુગાર રમતા હોવાની બાતમી પરથી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે શેરી નં.પમાં દરોડો પાડ્યો હતો.

આ સ્થળેથી તીનપત્તી રમતા નિલમબા નરેન્દ્રસિંહ જાડેજા, ભારતીબા ભરતસિંહ ચુડાસમા, મીનાબા રામદેવસિંહ જાડેજા, પ્રવિણાબેન હસમુખભાઈ કણસાગરા, રાધાબેન રમેશભાઈ નકુમ, ભાવનાબા વિજયસિંહ જાડેજા, રેખાબા દિલીપસિંહ ઝાલા તથા વિલાસબા હેમંતસિંહ રાઠોડ નામના આઠ મહિલા મળી આવ્યા હતા.

પોલીસે પટમાંથી રૂ।.૧૦૨૦૦ રોકડા કબજે કરી જુગારધારાની કલમ ૧૨ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh