Advertisement
Author: નોબત સમાચાર

ભાણવડના રૂપામોરામાં ફલડ લાઈટની થયેલી ચોરીનો ભેદ ઉકેલાયોઃ મુદ્દામાલ કબજે

ગડુ ગામના શખ્સે ચોરીની કબૂલાત આપીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૪: ભાણવડના રૂપામોરા ગામની સીમમાં આવેલી ગૌશાળાની જગ્યામાં યોજાયેલા લોકડાયરાના કાર્યક્રમ પછી સ્ટેજ નીચે ઉતારીને રાખવામાં આવેલી કેટલીક ફલડ લાઈટમાંથી ૧પ ફલડ લાઈટની ચોરી થયાની પોલીસમાં ફરિયાદ કરાઈ હતી. તેની તપાસમાં પોલીસે ગડુ ગામના એક શખ્સને દબોચી લીધો છે અને ચોરાઉ ફલડ લાઈટ કબજે કરી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના રૂપામોરા ગામની સીમમાં આવેલી ગૌશાળામાં થોડા સમય પહેલાં લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમ પછી સ્ટેજ પર પ્રકાશની વ્યવસ્થા માટે મૂકવામાં આવેલી ફલડ લાઈટ ઉતારીને કેટલાક વ્યક્તિઓએ સ્ટેજની નીચે મૂકી રાખી હતી. તે ફલડ લાઈટમાંથી ૧૫ લાઈટ ચોરાઈ ગઈ હતી.

આ બાબતની પોલીસમાં ફરિયાદ કરવામાં આવતા રૂ।.ર૧ હજારથી વધુની કિંમતની ફલડ લાઈટની ચોરીનો ગુન્હો નોંધાયો હતો. પોલીસે ચિરાગભાઈ પીપરોતરની ફરિયાદ પરથી તપાસ શરૂ કરી હતી. આ વિસ્તારમાં મૂકવામાં આવેલા કેટલાક સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ ચકાસવામાં આવ્યા હતા. તેમાંથી એક શખ્સના સગડ પ્રાપ્ત થયા હતા.

ત્યારપછી પોલીસે ભાણવડ તાલુકાના ગડુ ગામના રહેવાસી અને ઈલેકટ્રીકની દુકાન ચલાવતા કૌશિક કિશોરભાઈ કારેણા નામના શખ્સને દબોચી લઈ પૂછપરછ કરતા તેણે ચોરીની કબૂલાત આપી ૧પ ચોરાઉ ફલડ લાઈટ કાઢી આપી છે. પોલીસે ફલડ લાઈટ તથા રૂ।.૧પ હજારની કિંમતનું બાઈક કબજે કરી આરોપીની ધરપકડ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh