Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કલેક્ટર કેતન ઠક્કરના હસ્તે
જામનગર તા. ૧૪: જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે ધન્વન્તરિ આરોગ્ય રથને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું. ધન્વન્તરિ આરોગ્ય રથ મારફતે કડિયાનાકા, બાંધકામ સાઈટ અને શ્રમિક વસાહતો પર નિઃશુલ્ક સારવાર, લેબોરેટરી ટેસ્ટ અને દવાઓ પૂરી પાડવામાં આવશે.
જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવાઓને વધુ સશક્ત બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલ ધન્વન્તરિ આરોગ્ય રથ યોજના અંતગર્ત ધન્વન્તરિ આરોગ્ય રથને આજે જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર દ્વારા કલેક્ટર કચેરીએથી લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટરે ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ તથા મેડિકલ સ્ટાફ પાસેથી દવાઓનો સ્ટોક, વાહનનો રૂટ વગેરે અંગે માહિતી મેળવી હતી. તેઓએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારનો મૂખ્ય હેતુ ગ્રામ્ય અને દૂરના વિસ્તારોમાં રહેતા નાગરિકોને તેમના ગામડા નજીક જ પ્રાથમિક આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો છે. ધન્વન્તરિ આરોગ્ય રથના માધ્યમથી ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા નાગરિકોને નિઃશુલ્ક આરોગ્ય ચકાસણી, દવાઓ તથા જરૂરી માર્ગદર્શન મળી રહે તે પ્રકારે આરોગ્યવિષયક સેવાઓ પૂરી પાડવા લગત અધિકારીઓ અને સ્ટાફને સૂચનો કર્યા હતાં.
આ રથમાં તબીબ અને આરોગ્ય કર્મચારીઓની પ લોકોની ટીમ સાથે જરૂરી દવાઓ, તબીબી સાધનો અને પ્રાથમિક સારવારની સુવિધા ઉપલબ્ધ છે. રથ ગામે ગામ જઈને નાગરિકોની આરોગ્ય તપાસ કરશે અને જરૂર હોય તેવા દર્દીઓને યોગ્ય સારવાર અને માર્ગદર્શન આપવામાં આવશે. ધન્વન્તરિ આરોગ્ય રથ દ્વારા બ્લડ પ્રેશર, મલેરિયા ટેસ્ટ, ડાયાબિટીસ, સામાન્ય ચકાસણી, સેનેટરી પેડ્સનું વિતરણ, માતા-બાળ આરોગ્ય સંબંધિત માર્ગદર્શન તથા વિવિધ રોગો અંગે જાગૃતિ ફેલાવવાની કામગીરી પણ કરવામાં આવે છે. જામનગર જિલ્લામાં હાલ ચાર ધન્વન્તરિ આરોગ્ય રથ કાર્યરત છે, જેના માધ્યમથી જામનગર શહેર અને જિલ્લામાં સોમવારથી શનિવાર સુધી શ્રમિક વસાહતોમાં વિનામૂલ્યે લોકોને આરોગ્ય સેવાઓ સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial