Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુર્યોદય : ૬-૪૧ - સુર્યાસ્ત : ૭-૦૧
દિવસના ચોઘડીયા
(૧) લાભ (ર) અમૃત (૩) કાળ (૪) શુભ (પ) રોગ (૬) ઉદ્વેગ (૭) ચલ (૮) લાભ
રાત્રિના ચોઘડીયા
(૧) ઉદ્વેગ (ર) શુભ (૩) અમૃત (૪) ચલ (પ) રોગ (૬) કાળ (૭) લાભ (૮) ઉદ્વેગ
વિક્રમ સંવતઃ ર૦૮૨, ચૈત્ર સુદ-૧૪ :
તા. ૦૧-૦૪-ર૦૨૬, બુધવાર
જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૨૦,
મુસ્લિમ રોજઃ ૧૨, નક્ષત્રઃ ઉત્તર ફાલ્ગુની,
યોગઃ વૃદ્ધિ, કરણઃ વિષ્ટિ
તા. ૦૧ એપ્રિલના દિવસે - જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં આરોગ્ય સુખાકારીનું ધ્યાન રાખવું પડે. જુની બીમારીથી પરેશાની રહ્યા કરે. ખાન-પાન, આહાર-વિહારમાં પરેજી દાખવવી. વ્યાવસાયિક બાબતે આપે ધીરજ અને શાંતિ રાખીને કુનેહપૂર્વક કામકાજ કરવું. સંયુક્ત ધંધામાં ભાઈ-ભાંડુ સાથે ગેરસમજ, મનદુખથી સંભાળવું. ઘર-પરિવારની જવાબદારી રહે.
બાળકની રાશિઃ કન્યા