Advertisement
Author: નોબત સમાચાર

સિનિયર મહિલા ટી-૨૦ મેચમાં કિરણ નવગિરેએ ૩૪ બોલમાં સદી વર્લ્ડ રેકોર્ડ

                                                                                                                                                                                                      

નાગપુર તા. ૧૮: ભારતીય મહિલા ક્રિકેટરે ટી-૨૦ મેચમાં  ૩૪ બોલમાં સદી ફટકારીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.

ભારતીય ક્રિકેટર કિરણ નવગિરેએ મહિલા ટી-૨૦ ક્રિકેટમાં સદી ફટકારનારા સૌથી ઝડપી બેટર બનીને ઈતિહાસના પાનામાં પોતાનું નામ નોંધાવી દીધું છે. મહારાષ્ટ્ર તરફથી રમતા કિરણે પંજાબ સામેની સિનિયર મહિલા ટી-૨૦ ટ્રોફી મેચમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી.

નાગપુરના વીસીએ સ્ટેડિયમ (સિવિલ લાઈન્સ) માં રમાયેલી આ મેચમાં તેણે માત્ર ૩૪ બોલમાં સદી ફટકારીને ન્યુઝીલેન્ડની કેપ્ટન સોફી ડિવાઈનનો ત્રણ વર્ષ જુનો રેકોર્ડ તોડયો હતો. જમણા હાથની બેટર કિરણ નવગિરેએ આ ઈનિંગ્સમાં ૩૫ બોલમાં અણનમ ૧૦૬ રન બનાવ્યા હતા. જેમાં ૧૪ ચોગ્ગા અને ૭ છગ્ગાનો સમાવેશ થાય છે. તેણે ૩૦૨.૮૬ના સ્ટ્રાઈક રેટ સાથે બેટિંગ કરી હતી. જે ટી-૨૦ ક્રિકેટમાં સદી દરમ્યાન ૩૦૦+નો સ્ટ્રાઈક રેટ ધરાવનારી પ્રથમ મહિલા ક્રિકેટર બની છે. અગાઉ સોફી ડિવાઈને જાન્યુઆરી ૨૦૨૧માં ૩૬ બોલમાં સદી ફટકારી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh