Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક આરોપીની અરજી પરત ખેંચાઈઃ
જામનગર તા. ૧૬: જામનગરના સુભાષ શાક માર્કેટ વિસ્તારમાં રાખવા જેવી બાબતે ભાજપના પૂર્વ મહામંત્રીના પુત્ર અને ભત્રીજા પર ચાર શખ્સે છરીથી હુમલો કર્યાની પોલીસમાં ફરિયાદ થઈ હતી. જેમાં ચાર્જશીટ પછી બે આરોપીએ કરેલી જામીન અરજી રદ્દ કરાઈ છે, એક આરોપીની અરજી પરત ખેંચવી પડી છે.
જામનગરના સુભાષ શાક માર્કેટ વિસ્તારમાં થોડા મહિના પહેલાં મનહરબા મહિપતસિંહ પરમાર તથા તેમના દિયર અજીતસિંહ પરમાર શાક લેવા ગયા ત્યારે રિક્ષાચાલક સાથે બોલાચાલી થયા પછી ગાળાગાળી થતા અજીતસિંહે પોતાના ભત્રીજા અમરદીપસિંહને જાણ કરતા અમરદીપસિંહ તથા યુવરાજ દોડી ગયા હતા.
આ વેળાએ ઉશ્કેરાયેલા રિક્ષાચાલકે અન્ય વ્યક્તિઓને બોલાવી લેતા ચાર શખ્સે અમરદીપ તથા યુવરાજ પર છરીથી હુમલો કર્યાે હતો. જેમાં યુવરાજને માથા તથા સાથળના ભાગે છરી હુલાવી દેવાઈ હતી. પોલીસે ગુન્હો નોંધી શરૂ કરેલી તપાસમાં શશીકાંત કાંતિલાલ જેઠવા, ધાર્મિક હિતેશ દાઉદીયા, ભાવિશ મનોજભાઈ જેઠવા, મનોજ કાનજીભાઈ જેઠવાની ધરપકડ કરી હતી. જેલહવાલે થયેલા આરોપીમાંથી શશીકાંત, ધાર્મિક, મનોજ જેઠવાએ ચાર્જશીટ પછી જામીન મુક્ત થવા અરજી કરી હતી. તેની સામે મૂળ ફરિયાદીના વકીલે દલીલ કરતા ધાર્મિક દાઉદીયાની જામીન અરજી પરત ખેંચાઈ હતી અને શશીકાંત સહિતના બે આરોપીની જામીન અરજી રદ્દ કરાઈ છે. ફરિયાદી તરફથી વકીલ રાજેશ ગોસાઈ, વિશાલ જાની, એચ.આર. ગોહિલ, રજનીકાંત નાખવા, નિતેશ મુછડીયા, કરણ પટેલ તથા સરકાર તરફથી રાજેશ વશીયર રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial