Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અમદાવાદમાં દુર્ઘટનાગ્રસ્ત બનેલું વિમાન
વોશિંગ્ટન તા. ૨૨: અમદાવાદનું દુર્ઘટનાગ્રસ્ત થયેલું વિમાન બોઈંગ-૭૮૭ પહેલથી જ ખામીઓ ધરાવતુ હોવાનો રિપોર્ટ એક જૂથ દ્વારા અમેરિકાની સંસદમાં રજૂ થતા સનસનાટી મચી ગઈ છે.
ગુજરાતના અમદાવાદમાં ૧૨ જૂન ૨૦૨૫ના રોજ થયેલી ભયાનક એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનાના મહિનાઓ બાદ, અમેરિકાના એક એવિએશન સેફ્ટી ગ્રુપે દુર્ઘટનાના સંભવિત કારણો અંગે એક સનસનીખેજ રિપોર્ટ રજૂ કર્યો છે.
ફાઉન્ડેશન ફોર એવિએશન સેફ્ટી નામના આ જૂથે દાવો કર્યો છે કે દુર્ઘટનાગ્રસ્ત થયેલું બોઈંગ ૭૮૭ વિમાન ક્રેશ થતાં પહેલાં પણ ઘણી વખત ગંભીર ટેકનિકલ ખામીઓનો સામનો કરી ચૂક્યું હતું.
ફાઉન્ડેશન ફોર એવિએશન સેફ્ટીએ ૧૨ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ અમેરિકન સંસદમાં એક રિપોર્ટ જમા કરાવ્યો છે. અહેવાલ મુજબ, એફએએસએ પોતાની તપાસમાં શોધી કાઢ્યું કે એર ઈન્ડિયાનો હિસ્સો બન્યા બાદથી જ આ વિમાનમાં સતત ટેકનિકલ ખામીઓ આવી રહી હતી. એફએએસનો દાવો છે કે વિમાનમાં એન્જિનિયરિંગ, ગુણવત્તા અને જાળવણીમાં નોંધપાત્ર ખામીઓ હતી.
રિપોર્ટમાં ઈલેક્ટ્રોનિક, સોફ્ટવેર, વારંવાર સર્કિટ બ્રેકર્સનું ટ્રીપ થવું, ખરાબ વાયરિંગ, શોર્ટ સર્કિટ, વીજળી પુરવઠામાં ઘટાડો અને પાવર સિસ્ટમ ગરમ થવા જેવી અનેક સમસ્યાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
એફએએસના આ ગંભીર દાવાઓ પર બોઈંગે પ્રતિક્રિયા આપી છે. બોઈંગના પ્રવક્તાએ જણાવ્યું કે, *અમે સંયુક્ત રાષ્ટ્રના આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠનના પ્રોટોકોલનું પાલન કરીએ છીએ. ભારતમાં થયેલી વિમાન દુર્ઘટનામાં એએઆઈબી (વિમાન દુર્ઘટના તપાસ બ્યુરો)નો જે પણ નિર્ણય હશે, અમે તેનું પાલન કરીશું.* જોકે, એર ઈન્ડિયાએ આ સમગ્ર મામલે મૌન સેવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, એએઆઈબીએ પોતાના પ્રારંભિક રિપોર્ટમાં ફ્યુઅલ સ્વિચ બંધ થવાને કારણે પ્લેન ક્રેશ થયું હોવાના સંકેત આપ્યા હતા.
એફએએસએ પોતાના રિપોર્ટમાં એવો પણ દાવો કર્યો છે કે બોઈંગ ૭૮૭ પ્રોગ્રામ તેના નિર્ધારિત સમય કરતાં ૩ વર્ષ પાછળ ચાલી રહૃાો છે અને તેનું બજેટ અબજો ડોલર વધી ગયું છે. રિપોર્ટ મુજબ, ૨૦૦૦થી વધુ બોઈંગ ૭૮૭ વિમાનોમાં સિસ્ટમ ફેલિયરની ઘટનાઓ બની ચૂકી છે.
દુર્ઘટનાગ્રસ્ત વિમાન વિશે માહિતી આપતાં રિપોર્ટમાં કહેવાયું છે કે આ વિમાન ૨૦૧૧માં બનીને તૈયાર થયું હતું અને ૨૮ જાન્યુઆરી, ૨૦૧૪ના રોજ તેને એર ઈન્ડિયાને સોંપવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial