Advertisement
Author: નોબત સમાચાર

ભારતીય શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્ રહેશે !!!

તા. ૦૪-૦૨-૨૦૨૬ ના રોજ સવારે ૧૦ કલાકે....

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પરના ટેરિફમાં ૧૮% ઘટાડો કરવાની જાહેરાત કરી, જેના પરિણામે ગઈકાલે ભારતીય શેરબજારમાં સાર્વત્રિક તેજીનો માહોલ જોવા મળ્યો હતો. મહિનાઓ સુધી વાટાઘાટો બાદ આખરે ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ થતા સેન્સેક્સ-નિફ્ટીમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો.

બજેટની જોગવાઈઓના અર્થશાસ્ત્રીઓ અને કોર્પોરેટ જગત દ્વારા પોઝિટીવ અર્થઘટન અને હવે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની ધિરાણ નીતિની અપેક્ષાઓ સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલના ભાવ ઘટી આવ્યા છતા બજેટમાં શેરબજારને એફ એન્ડ ઓમાં એસટીટી વધારીને આપેલા આંચકાના વસવસામાં આજે સપ્તાહના ચોથા કારોબારી દિવસે ભારતીય શેરબજારની શરૂઆત ઘટાડા સાથે થઇ હતી.

વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો ગઈકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૧૭%ના ઉછાળા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસ એન્ડ પી ૫૦૦ ૦.૮૫% અને નેસ્ડેક ૧.૪૨% ઘટીને સેટલ થયા હતા. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૦૫% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૧૧% ઘટીને ટ્રેડ થઇ રહ્યા હતા.

બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૩૦૫૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૧૪૧ અને વધનારની સંખ્યા ૧૭૪૬ રહી હતી, ૧૬૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૫૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૯૩ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

ભારતીય શેરબજારમાં આજે બીએસઈ પર આઈટી, ફોકસ્ડ આઈટી, રિયલ્ટી અને હેલ્થકેર સેક્ટરમાં ઘટાડો જોવા મળ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા હતા.

કોમોડિટી...

એમસીએક્સ ગોલ્ડ : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે એપ્રિલ ગોલ્ડ રૂ।. ૧,૫૮,૪૨૦ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ।. ૧,૬૦,૭૫૫ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ।. ૧,૫૬,૫૫૩ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૫૭૫૭ પોઈન્ટના ઉછાળા સાથે રૂ।. ૧,૫૯,૫૬૬ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

એમસીએક્સ સિલ્વર : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે માર્ચ સિલ્વર રૂ।. ૨,૭૮,૦૧૫ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ।. ૨,૮૪,૦૯૪ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ।. ૨,૭૫,૦૪૪ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૧૩,૦૮૫ પોઈન્ટના ઉછાળા સાથે રૂ।. ૨,૮૧,૧૦૦ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

સ્ટોક સ્પેસિફિક રેન્જ મુવમેન્ટ....

હેવેલ્સ ઇન્ડિયા (૧૩૦૯) : કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનીક્સ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ।. ૧૨૯૭ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ।. ૧૨૯૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ।. ૧૩૨૩ થી રૂ।. ૧૩૩૪ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ।. ૧૩૪૦ ઉપર તેજી તરફી ધ્યાન...!!

ટેક મહિન્દ્રા (૧૬૦૮) : એ/ટી+૧ ગ્રુપનો આ સ્ટોક રૂ।. ૧૫૯૫ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ।. ૧૫૮૮ ના સપોર્ટથી આ સ્ટોક ૧૬૨૬ થી રૂ।. ૧૬૪૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!!

ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝ (૨૮૦૮) : રૂ।. ૨૭૯૩ નો પ્રથમ તેમજ રૂ।. ૨૭૮૦ બીજા સિમેન્ટ એન્ડ સિમેન્ટ પ્રોડક્ટ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ।. ૨૮૪૪ થી રૂ।. ૨૮૭૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!!

જીન્દાલ સ્ટીલ (૧૧૫૯) : આયર્ન એન્ડ સ્ટીલ સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ।. ૧૧૭૩ થી રૂ।. ૧૧૮૦ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે!! અંદાજીત રૂ।. ૧૧૪૪ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો...!!!

બજારની ભાવિ દિશા.... મિત્રો, આગામી સમયગાળામાં ભારતીય શેરબજારની દિશા થોડા સમય માટે અસ્થિર અને દબાણ હેઠળ રહી શકે છે. બજેટમાં ફ્યુચર્સ અને ઓપ્શન્સ સેગમેન્ટ પર એસટીટીમાં વધારો થવાથી ટૂંકા ગાળામાં ટ્રેડિંગ વોલ્યુમ ઘટી શકે છે, ખાસ કરીને ડેરિવેટિવ્ઝ આધારિત અને હાઈ-ફ્રિક્વન્સી ટ્રેડિંગ કરનારા વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો માટે. વૈશ્વિક સ્તરે મજબૂત ડોલર, ઊંચા બોન્ડ યીલ્ડ, અમેરિકા-યુરોપ વચ્ચેના વેપાર તણાવ અને ભૂ-રાજકીય અનિશ્ચિતતાઓને કારણે ઉભરતા બજારોમાંથી મૂડી બહાર જતી રહેવાની શક્યતા છે. આ પરિસ્થિતિમાં, રૂપિયાની નબળાઈ અને ઊંચા બજાર મૂલ્યાંકન પણ ભારતીય બજાર માટે ટૂંકા ગાળાનો નકારાત્મક પરિબળ બની શકે છે,  જેના કારણે સૂચકાંકોમાં કરેકશન જોવા મળી શકે છે.

તેમ છતા, મધ્યમથી લાંબા ગાળામાં ભારતીય શેરબજારની મૂળભૂત સ્થિતિ મજબૂત રહેવાની સંભાવના છે. ભારતની મજબૂત આર્થિક વૃદ્ધિ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર સરકારનો ખર્ચ, મેન્યુફેક્ચરિંગ અને ડિજિટલ અર્થતંત્રમાં વિસ્તરણ, તેમજ સ્થાનિક રોકાણકારોની સતત એસઆઈપી પ્રવાહ બજારને આધાર આપશે. જો રૂપિયો સ્થિર રહે અને કર નીતિમાં આગલા સમયગાળામાં સ્પષ્ટતા અને સુસંગતતા જોવા મળે, તો ગુણવત્તાવાળા વિદેશી રોકાણકારો ફરીથી ભારતીય બજાર તરફ આકર્ષાઈ શકે છે. એટલે કે ટૂંકા ગાળામાં ચઢાવ-ઉતાર રહેવા છતાં, લાંબા ગાળાના રોકાણકારો માટે સિલેક્ટિવ રીતે સારા ફંડામેન્ટલ્સ ધરાવતી કંપનીઓમાં રોકાણ કરવાની તક ભારતીય બજાર પૂરી પાડતું રહેશે.

 



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh