Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૩૦: જામનગરમાં ડીએસપી બંગલા સામે આવેલ શેઠ હંસરાજ લધા ચેરીટી ટ્રસ્ટમાં બહારગામથી આવતી અને ધોરણ ૯ થી ઉપરના વર્ગમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને રહેવા માટે પ્રવેશ આપવામાં આવે છે. વર્ષ ર૦રપ-ર૬ ના શૈક્ષણિક વર્ષ માટે પ્રવેશ આપવાની ચેરીટી ટ્રસ્ટ દ્વારા પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પ્રવેશ માટેના ફોર્મ તા. ર૭-૪-ર૦રપ થી તા. ર૮-પ-ર૦રપ સુધીમાં સવારે ૯ થી ૧ર અને સાંજે ૪ થી ૬ વાગ્યા સુધી સંસ્થાની ઓફિસમાંથી આપવામાં આવશે.
ફોર્મની પ્રક્રિયા પૂર્ણ થયા પછી સંસ્થામાં રહેવા માટે ઈચ્છતી વિદ્યાર્થિનીઓના તા. ૩૧-પ-ર૦રપ ના બપોરે ૩ થી સાંજના ૬ વાગ્યા સુધી અને તા. ૧-૬-ર૦રપ ના સવારે ૯ થી ૧ર અને બપોરે ૩ થી સાંજના ૬ વાગ્યા સુધી ઈન્ટરવ્યૂ યોજાશે. જામનગર બહારના વિસ્તારમાંથી જામનગર શહેરમાં અભ્યાસ અર્થે આવનાર વિદ્યાર્થિનીઓએ ઉપરોક્ત તારીખ દરમિયાન ટ્રસ્ટની ઓફિસમાંથી ફોર્મ મેળવવા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial