Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
છોટીકાશી પૂ. સંત પ્રેમભિક્ષુજી મહારાજની પુણ્યતિથિના દિને થઈ હતી રામમયઃ
જામનગર તા. ૩૦: પૂસંત શ્રી પ્રેમભિક્ષુજી મહરાજની ૫૫મી પુણ્યતિથિની દિવ્ય ઉજવણી સમયે છોટીકાશી રામનામમાં તરબોળ થયું હતું. દિવ્ય અને વિશાળ સંકીર્તન યાત્રાનું નગરભ્રમણ થયુ હતું. તળાવની પાળ પર બાલા હનુમાન મંદિરેથી સંકીર્તન યાત્રાના પ્રસ્થાન સમયે મંદિર ટ્રસ્ટના પ્રમુખ જીતુભાઈ લાલ અને ટ્રસ્ટીઓ-રાજકીય આગેવાનો-પદાધિકારીઓ- કોર્પોરેટરો, ધાર્મિક- સામાજીક-વેપારી અગ્રણીઓની ઉપસ્થિતી રહી હતી. વિશાળ સંખ્યામાં ભાવિકો ઉત્સાહભેર જોડાયા હતાં.
'છોટી કાશી' જામનગરના વિશ્વ પ્રસિદ્ધ બાલા હનુમાન મંદિરમાં જયારે નામનિષ્ઠ સંત પૂ. પ્રેમભિક્ષુજી મહારાજની ૫૫ મી પુણ્યતિથિના દિવ્ય અવસરની ભક્તિભાવ સાથે ધામધુમથી ઉજવણી કરવામાં આવી ત્યારે ગુરૂપૂજન-ધ્વજારોહણ અને બપોરે મહાપ્રસાદમાં હજજારો લોકોએ ભાગ લીધો હતો. સાંજે બાલા હનુમાન મંદિરથી હરિનામ સંકીર્તન યાત્રાનો પ્રારંભ થયો હતો. આ વિશાળ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ભ્રમણ કરીને રાત્રે બાલા હનુમાન મંદિરમાં વિરામ પામી હતી. જેમાં નગરના વિવિધક્ષેત્ર દિગ્ગજો જોડાયા હતાં.
જામનગરમાં તળાવની પાળ પર ૬૧ વર્ષની અવિરત ચાલતા રામ નામ જાપના યજ્ઞના કારણે બાલા હનુમાન મંદિરને 'ગીનીઝ બુક ઓફ રેકોર્ડ'માં બે વખત સ્થાન સાંપડયું છે. આ વિશ્વ વિખ્યાત ધર્મસ્થાનમાં અખંડ રામધુનના પ્રણેતા પૂ.સંત શ્રી પ્રેમભિક્ષુજી મહારાજની ૫૫મી પુણ્યતિથિ ચૈત્ર વદ- ૫ (તા.૧૮-૦૪-૨૦૨૫) ના જામનગરના આંગણે દિવ્ય ધર્મોત્સવનું આયોજન શ્રી બાલા હનુમાન સંકીર્તન મંદિર ટ્રસ્ટના નેજા હેઠળ કરવામાં આવ્યું હતું.
આ ધર્મોત્સવમાં જોડાવવા માટે હાલાર સૌરાષ્ટ્ર, ગુજરાત ઉપરાંત બિહાર અને મુંબઈના અનેક સ્થાનો પરથી ભાવિકો અને પ્રેમ પરિવારના સભ્યો હજારોની સંખ્યામાં જામનગરના મહેમાન થયા હતાં. આ ઉપરાંત ઉજવણી માટે મંદિર ટ્રસ્ટના પ્રમુખ જીતુભાઈ લાલ, મંત્રી વિનુભાઈ તન્ના, ખજાનચી રવિન્દ્રભાઈ જોષી, ટ્રસ્ટીઓ કનુભાઈ કોટક, કિરીટભાઈ ભદ્રા, ઉદયસિંહ વાઢેર, પાર્થભાઈ પંડયા તેમજ મંદિર સેવકગણના ભાઈ-બહેનો અને જુદા-જુદા જ્ઞાતિ સમાજના કાર્યકરો વ્યવસ્થામાં જોડાયા હતાં.
તળાવની પાળ પર બાલા હનુમાન મંદિરમાં ગત શુક્રવારે સવારે મંગલા આરતી પછી મંદિર પાસેના વિશાળ સમિયાણામાં પૂ.સંત શ્રી પ્રેમભિક્ષુજી મહારાજના પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો સાથે ધ્વજાજી પૂજન કરીને મંદિર શિખર પર નૂતન ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. જેમાં જામનગરના જિલ્લા સમાહર્તા કેતનભાઈ ઠકકર, પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, મંદિર ટ્રસ્ટના પ્રમુખ જીતુભાઈ લાલ, ટ્રસ્ટીઓ કિરીટભાઈ ભદ્રા, ઉદયસિંહ વાઢેર, પાર્થભાઈ પંડયા અને પ્રેમ પરિવારના ભકતો જોડાયા હતાં.
સાત રસ્તા પાસે કોમર્સ કોલેજના મેદાન પર બપોરે મહાપ્રસાદના કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં ભકતજનો-મહેમાનોએ લાભ લીધો હતો. આ ઉત્સવના અંતિમ ચરણમાં સાંજે પાંચ વાગ્યે બાલા હનુમાન મંદિર પરથી વિશાળ નગર સંકીર્તન યાત્રાનો પ્રારંભ થયો હતો. પૂ.સંત શ્રી પ્રેમભિક્ષુજી મહારાજના મુખારવિંદ સાથેના રથમાં પૂજન માટે જામનગર - દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્યો દિવ્યેશભાઈ અકબરી, રીવાબા જાડેજા અને ભાવિકો અને વિશાળ જનસમુદાય ઉમંગભેર જોડાયા હતાં.
આ નગર સંકીર્તન યાત્રા હવાઈચોક, સેતાવાડ, સેન્ટ્રલ બેંક, ચાંદી બજાર, સજુબા ગર્લ્સ હાઈસ્કૂલ, પંચેશ્વર ટાવર વિસ્તારમાંથી પસાર થઈ ત્યારે સ્થાનિક આગેવાનો- નગરજનોએ-વેપારી સંસ્થાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને યાત્રામાં જોડાયેલ ભાવિકોને માટે સરબત-છાશ-પાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ નગર સંકીર્તન યાત્રા રાત્રે બાલા હનુમાન મંદિર પર વિરામ પામી હતી.
આ ધાર્મિક ઉત્સવમાં શહેર ભાજપ અધ્યક્ષ બિનાબેન કોઠારી, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્થાયી સમિતિના ચેરમેન નિલેશભાઈ કગથરા, શાસક પક્ષના નેતા આશીષભાઈ જોશી, દંડક કેતનભાઈ નાખવા, તેમજ અગ્રણી ઉધોગપતિ અશોકભાઈ લાલ, જામનગર ચેમ્બર પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજા, જામનગર વેપારી મહામંડળના પ્રમુખ સુરેશભાઈ તન્ના, સમસ્ત હાલાર લોહાણા સમાજના માનદમંત્રી રમેશભાઈ દત્તાણી, જામનગર લોહાણા મહાજનના પ્રમુખ ભરતભાઈ મોદી (સાબુવાળા), ડિસ્ટ્રીકટ કો.ઓ.બેંકના ડાયરેકટરો પ્રવિણસિંહ ઝાલા, જીવણભાઈ કુંભારવડીયા, શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનોજભાઈ કથીરીયા, વિરોધ પક્ષના નેતા ધવલભાઈ નંદા, આપ જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ સોઢા, શહેર ભાજપના પૂર્વ પ્રમુખો વિમલભાઈ કગથરા, હસમુખભાઈ હિંડોચા, અશોકભાઈ નંદા, નિલેશભાઈ ઉદાણી, મુકેશભાઈ દાસાણી, હિતેનભાઈ ભટ્ટ, શહેર ભાજપ મહામંત્રીઓ વિજયસિંહ જેઠવા, મેરામણભાઈ ભાટુ તેમજ મહાદેવ હર મિત્ર મંડળના રાજુભાઈ વ્યાસ (મહાદેવ) સહિત કોર્પોરેટરો, ભાજપ-કોંગ્રેસ-આપના સંગઠનના હોદેદારો, ધાર્મિક સામાજિક-વેપારી સંસ્થાના અગ્રણીઓ, વિવિધ જ્ઞાતિના હોદ્દેદારો અને પ્રિન્ટ તેમજ ઈલેક્ટ્રોનીક મીડિયા પત્રકારો અને શહેરના ભકતજનો ખૂબ જ મોટી સંખ્યામાં જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial