Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શહેર-જિલ્લા બ્રહ્મસમાજના બ્રહ્મ દં૫તીઓ દ્વારા પૂજાવિધિ પછી પહલગામ હુમલાના મૃતકો માટે મૃત્યુંજયના જાપ
જામનગર તા. ૩૦: છોટી કાશીના ઉપનામ થી પ્રચલિત જામનગર શહેરમાં બ્રાહ્મણ સમાજના આરાધ્ય દેવ ભગવાન શ્રી પરશુરામજી ના જન્મોત્સવ ની જામનગર જિલ્લા-શહેર સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા સાદગી પૂર્ણ અને ધાર્મિક વિધિ સાથે ઉજવણી કરવામાં આવી હતી, અને કાશી વિશ્વનાથ મંદિર રોડ પર આવેલી દયાશંકર બ્રહ્મપુરીમાં ગઈકાલે ભગવાન પરશુરામ જન્મોત્સવના અવસર પર સાંજે ૫ વાગ્યાથી ૭ વાગ્યા સુધી વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજન-અર્ચનનો કાર્યક્રમ રખાયો હતો, જ્યારે સાંજે ૭ વાગ્યે મહા આરતી કરવામાં આવી હતી, ઉપરાંત જમ્મુ કાશ્મીરના પહેલ ગામમાં થયેલા આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા નિર્દોષ નાગરિકોને શ્રદ્ધાંજલિ પાઠવવાના ભાગ રૂપે મહામૃત્યુંજયના જાપ કરવામાં આવ્યા હતા. જે સમગ્ર ધાર્મિક કાર્યક્રમમાં જામનગર જિલ્લાના સાંસદ, ધારાસભ્ય, મેયર, સહિતના રાજકીય આગેવાનો, ઉપરાંત બહોળી સંખ્યામાં બ્રહ્મ સમાજના ભાઈઓ- બહેનો જોડાયા હતા, અને ભગવાન પરશુરામજીના જન્મોત્સવની ઉજવણી કરાઈ હતી.
આ ધર્મોત્સવની ઉજવણીમાં સૌપ્રથમ જામનગર શહેરના બ્રહ્મ સમાજના અનેક દંપતીઓ દ્વારા ષોડશોપચાર પૂજન અર્ચન વિધિ કરવામાં આવી હતી, ત્યારબાદ બ્રાહ્મણ સમાજના આરાધ્યદેવ ભગવાન પરશુરામજી ની મહા આરતી કરવામાં આવી હતી.
આવેળાએ જામનગર જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ, જામનગર શહેર દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, ઉત્તર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રિવાબા જાડેજા, નગરના મેયર વિનોદભાઈ ખીમસુરીયા, શહેર ભાજપના અધ્યક્ષ બીનાબેન કોઠારી, શહેર ભાજપના પૂર્વ મંત્રી પ્રો. વસુબેન ત્રિવેદી, પૂર્વ રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા), ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, જામનગર મહાનગરપાલિકાના દંડક કેતનભાઇ નાખવા, શહેર ભાજપના પૂર્વ અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, પૂર્વ મહામંત્રી પ્રકાશભાઈ બાંભણીયા, મેરામણભાઇ ભાટુ, કોર્પોરેટરો સુભાષભાઈ જોશી, ડિંમ્પલબેન રાવલ, તૃપ્તિબેન ખેતિયા, કિશનભાઇ માડમ, હર્ષાબા જાડેજા, તેમજ અન્ય શહેરના બ્રહ્મ સમાજના જુદાજુદા ઘટક અને બ્રહ્મસમાજની જુદી જુદી જ્ઞાતિ ના આગેવાનો બહોળી સંખ્યામાં જોડાયા હતા.
સમસ્ત સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજના ટ્રસ્ટી નરેન્દ્ર ભાઈ ત્રિવેદી ના માર્ગદર્શન હેઠળ સમસ્ત બ્રહ્મ સમાજના જિલ્લા પ્રમુખ પ્રફુલભાઈ વાસુ, જિલ્લા મહામંત્રી ભાસ્કરભાઈ જોશી, અને કારોબારી સભ્ય નયનભાઈ વ્યાસ, ઉપરાંત શહેર પ્રમુખ અને જામનગર શહેર ભાજપના નેતા આશિષ જોષી, મહામંત્રી હિરેનભાઈ કનૈયા, બ્રહ્મ સમાજના મહિલા પાંખના જિલ્લા પ્રમુખ, અને પરશુરામ જન્મોત્સવ ના કન્વીનર મનિષાબેન સુંબડ, શહેર પ્રમુખ જાગૃતિબેન ત્રિવેદી, શહેરના મહામંત્રી વૈશાલીબેન જોષી, જિલ્લાના મહામંત્રી મીનાબેન જ્યોતિષિ, ઉપરાંત જિલ્લા યુવા પ્રમુખ જનકભાઈ ખેતિયા, અને જિલ્લા યુવા મહામંત્રી ચિરાગભાઈ અસવાર, શહેર યુવા પાંખના પ્રમુખ જસ્મિન ધોળકિયા, શહેર યુવા મહામંત્રી વિમલ જોષી વગેરેની આગેવાનીમાં ભગવાન પરશુરામના પૂજન અર્ચન તેમજ મહામૃત્યુંજયના જાપ સહિતના કાર્યક્રમોનું સફળતા પૂર્વક સમાપન થયું હતું.
જે સમગ્ર ધાર્મિક કાર્યક્રમમાં સમસ્ત બ્રહ્મ સમાજના અન્ય યુવા કાર્યકરો નિલેશભાઈ ઓઝા, રૂૂપેશભાઈ કેવલિયા, ભાવેશભાઈ વ્યાસ, જનકભાઈ ખેતીયા, યશભાઈ ભૂદેવ, તેજસ કનૈયા, દેવભાઈ સુમ્બડ, હિતેશભાઈ પંડ્યા, પિયુષભાઈ પૂજાણી, કિશોરભાઈ ભટ્ટ, હર્ષલભાઈ જોશી, મેહુલભાઈ જોશી, હિતાર્થ જોશી, રુદ્ર પંડ્યા, દેવાંશુ શુક્લા, ઉપરાંત બહેનોમાં હિરલબેન મીન, વૈશાલીબેન કનૈયા, હેમાંગીબેન ભોગાયતા, નેહલબેન જોષી, વૈષ્ણવીબેન ભટ્ટ, પ્રજ્ઞાબેન ત્રિવેદી, ઊર્મિબેન દવે, વૈશાલીબેન વ્યાસ અને ધારાબેન પંડ્યાનો પણ સહયોગ સાંપડ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial