Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મહિલાને પગના પંજામાં થયું ફ્રેક્ચરઃ
જામનગર તા. ૮: જામનગરના રણજીતસાગર રોડ પર ધનઅપૂર્વ સોસાયટી પાસે ગઈરાત્રે એક બુલેટને સામેથી આવતી મોટરે ઠોકર મારતા સર્જાયેલા અકસ્માતમાં મહિલાને પગમાં ફ્રેક્ચર થઈ ગયું છે. મોટરચાલક સામે પોલીસમાં ફરિયાદ કરાઈ છે.
જામનગરના રણજીત સાગર રોડ પર આવેલા નવા એંસી ફૂટ રોડ પર પ્રણામી ટાઉનશીપ-૩માં રહેતા કીર્તિભાઈ સુરેશભાઈ રામનાણી તથા તેમના પત્ની નિયતીબેન ગઈકાલે રાત્રે જીજે-૧૦-ઈજે ૨૭૧૪ નંબરના બુલેટ મોટરસાયકલ પર લાલપુર બાયપાસથી પ્રણામી ટાઉનશીપ તરફ જવા માટે નીકળ્યા હતા.
તેઓ જ્યારે ધન અપૂર્વ સોસાયટીના બે નંબરના ગેઈટ પાસે પહોંચ્યા ત્યારે વીયાના પાર્ક તરફથી દોડી આવેલી જીજે-૧-આરએસ ૨૯૮૨ નંબરની મોટરના ચાલકે અકસ્માત સર્જયો હતો. મોટરની ઠોકર લાગતા બાઈક પરથી કીર્તિભાઈ તથા તેમના પત્ની ફંગોળાઈ ગયા હતા. રોડ પર પછડાવવાના કારણે નિયતીબેનને પગમાં ફ્રેક્ચર થઈ ગયું છે. અકસ્માત સર્જી મોટરનો ચાલક નાસી ગયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial