Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગ્રામજનોની આશંકા પછી વન વિભાગનું પેટ્રોલીંગઃ
જામનગર તા. ૮: જામનગર તાલુકાના મોખાણા વાડી વિસ્તારમાં દીપડો દેખાયા પછી હવે ખીમલિયા તરફ દીપડો આંટાફેરા કરતો હોવાની ગ્રામજનોને આશંકા છે, જો કે વન વિભાગે આ બાબતને નકારી કાઢી છે.
નવા મોખાણા પંથકમાં દીપડો હોવાના આધાર-પુરાવા મળતા વન વિભાગે પાંજરા ગોઠવ્યા હતાં, પરંતુ દીપડો પાંજરે પુરાયો ન હતો, અને ત્યારપછી તેના સગડ પણ મળ્યા નથી. આ પછી ખીમલિયા ગામ નજીક દીપડો હોવાની ગ્રામજનોએ આશંકા વ્યક્ત કરી છે.
જો કે, વન વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ ખીમલિયામાં દીપડો હોવા અંગે કોઈ પુરાવા મળ્યા નથી. કોઈએ નજરે નિહાળ્યો નથી અને દીપડાના ફૂટ પ્રિન્ટ પણ જોવા મળ્યા નથી, જો કે વન વિભાગની ટીમ દ્વારા પેટ્રોલીંગ કરવામં આવી રહ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial