Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સરકારી ખરાબામાં ૬૬ પ્લોટ પાડી નખાયા હતાઃ
જામનગર તા. ૮: જામનગરના લાલપુર બાયપાસ પાસે સરકારી ખરાબાની જગ્યામાં પ્લોટ પાડી વેચાણ કરવાના કૌભાંડમાં જેલહવાલે થયેલા આરોપીઓમાંથી બે આરોપીની જામીનમુક્તિ થવા પામી છે.
જામનગરના લાલપુર બાયપાસ પાસે આવેલી સરકારી ખરાબાની જગ્યા જય સરદાર નોન ટ્રેડીંગ કોર્પોરેશનના નામથી સોસાયટી બનાવી તેના પ્લોટ પાડી વેચાણ કરી નાખવામાં આવ્યું હોવાની વિગતો સાથે લેન્ડ ગ્રેબિંગ અંગે કેસ કરવામાં આવ્યો હતો. કેટલાક વ્યક્તિઓએ ૬૬ પ્લોટ પાડી રૂ।.ર કરોડ ૮૦ લાખની આ જગ્યા વેચી નાખ્યાનું જણાવાયું હતું.
ઉપરોક્ત ગુન્હામાં આરોપીઓની ધરપકડ કરાઈ હતી. જેમાં યજ્ઞેશ રતીલાલ રાણપરીયા, રાજેશ મારૂ સહિતના શખ્સોની ધરપકડ થઈ હતી. જેલહવાલે રહેલા આ આરોપીમાંથી યજ્ઞેશ રાણપરીયા તથા રાજેશ મારૂએ જામીનમુક્ત થવા કરેલી અરજી અદાલતે ગ્રાહ્ય રાખી છે. આરોપી તરફથી વકીલ દિનેશભાઈ વિરાણી, જયદીપ મોલીયા, સિદ્ધાર્થ સાપરીયા, દર્શનપુરી ગોસ્વામી રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial