Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કમાન્ડ સેન્ટર તથા બેડી પોલીસની ટીમે શોધી આપ્યોઃ
જામનગર તા. ૮: જામનગરના ધો.૧રના એક વિદ્યાર્થીએ પૂરક પરીક્ષામાં પણ ઓછા માર્કસ મળતા નાસીપાસ થઈ ઘર છોડી રોઝીબંદર તરફનો રસ્તો પકડી લીધો હતો. તેની શોધ કરતા પરિવારે પોલીસનો સહયોગ માંગતા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની ટીમ તથા બેડી મરીન પોલીસ સ્ટેશનની ટીમે આ વિદ્યાર્થીને રોઝીબંદર પાસેથી શોધી કાઢી તેના પરિવારને સોંપી આપ્યો છે. પુત્ર મળી જતાં પરિવારજનોએ પોલીસનો આભાર માન્યો હતો.
જામનગરના પટેલ કોલોની વિસ્તારની શેરી નં.પમાં વસવાટ કરતા એક પરિવારના પુત્રએ ગયા વર્ષે ધો.૧રની પરીક્ષા આપી હતી. જેમાં ઓછા માર્કસ મળતા આ વિદ્યાર્થીએ ફરીથી પરીક્ષા આપી હતી પરંતુ પૂરક પરીક્ષામાં પણ ઓછા માર્કસ મળતા આ વિદ્યાર્થી નિરાશામાં સરી પડ્યો હતો.
તે દરમિયાન આ વિદ્યાર્થીે પોતાના ઘરેથી સાંજના સમયે નીકળી ગયો હતો. થોડા સમય સુધી પરત નહી ફરેલા પુત્રની પરિવારજનોએ શોધખોળ શરૂ કર્યા પછી પોલીસનો સંપર્ક કરતા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના પીએસઆઈ બી.બી. સીંગલની ટીમે સીસીટીવી ફૂટેજ નીહાળતા આ વિદ્યાર્થી રોઝીબંદર તરફ ગયો હોવાનું જણાઈ આવ્યું હતું.
તરત જ બેડી મરીન પોલીસ સ્ટેશનના પીઆઈ એ.વી. પીપરોતરનો સંપર્ક કરાયા પછી પોલીસની ટીમ પણ શોધખોળમાં જોડાઈ હતી. રોઝીબંદર તેમજ આજુબાજુના વિસ્તારોમાં ચકાસણી કરાયા પછી બીજા દિવસે સવારે આ વિદ્યાર્થી બંદર પાસેથી હેમખેમ મળી આવતા તેનો કબજો પરિવારને સોંપવામાં આવ્યો છે અને આ વિદ્યાર્થીને માનસિક હુંફ આપવાની સલાહ પણ આપવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial