Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શીખ્સ ફોર જસ્ટિસની વોર્નિંગઃ ત્યાંની સરકાર ચૂપ !
વાનકુવર તા. ૧૭: કેનેડામાં ફરી ખાલિસ્તાનીઓએ માથુ ઉચક્યુ છે અને ભારતીય કોન્સ્યુલેટ પર કબજો કરવાની શીખ્સ ફોર જસ્ટિસની ધમકી છતાં ત્યાંની સરકાર ચૂપ છે.
કેનેડામાં ભારત વિરુદ્ધ ખાલિસ્તાન સમર્થકોનો વિરોધ ફરી એકવાર ભડકી ઉઠ્યો છે. અહેવાલ છે કે જીહ્લત્ન એટલે કે શીખ્સ ફોર જસ્ટિસે વાનકુવરમાં ભારતીય કોન્સ્યુલેટ (વાણિજ્ય દૂતાવાસ) પર કબજો કરવાની ધમકી આપી છે. એટલું જ નહીં, ભારતીયોને તે વિસ્તારમાં ન જવાની ચેતવણી પણ આપવામાં આવી છે.
જોકે, કેનેડિયન સરકાર દ્વારા આ અંગે સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ખાલિસ્તાની જૂથે ગુરુવારે કોન્સ્યુલેટની મુલાકાત લેવાનું આયોજન કરી રહેલા લોકોને અલગ તારીખ પસંદ કરવા કહૃાું છે. એસએફજે દ્વારા એક પોસ્ટર પણ બહાર પાડવામાં આવ્યું છે, જેમાં કેનેડામાં નવા ભારતીય હાઈ કમિશનર દિનેશ પટનાયકનો ફોટો છે.
તેમના ચહેરા પર નિશાન બનાવવાના ચિહ્નો છે. આરોપો લગાવવામાં આવી રહૃાા છે કે ભારતીય કોન્સ્યુલેટ દ્વારા જાસૂસી નેટવર્ક ચલાવવામાં આવી રહૃાું છે. ખાલિસ્તાની જૂથનો આરોપ છે કે કોન્સ્યુલેટ દ્વારા ખાલિસ્તાનીઓને નિશાન બનાવવામાં આવી રહૃાા છે અને તેમની દેખરેખ રાખવામાં આવી રહી છે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 'બે વર્ષ પહેલા ૧૮ સપ્ટેમ્બર, ૨૦૨૩ ના રોજ, વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ સંસદમાં કહૃાું હતું કે હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોની ભૂમિકાની તપાસ ચાલી રહી છે.' તેમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, 'બે વર્ષ થઈ ગયા છે અને ભારતીય કોન્સ્યુલેટ ખાલિસ્તાની જનમતના પ્રચારકોને નિશાન બનાવીને જાસૂસી નેટવર્ક ચલાવી રહૃાું છે.'
ગયા અઠવાડિયે બહાર પાડવામાં આવેલા એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે ઓછામાં ઓછા બે ખાલિસ્તાની ઉગ્રવાદી જૂથોને કેનેડાની અંદરથી નાણાકીય સહાય મળી છે. '૨૦૨૫ એસેસમેન્ટ ઓફ મની લોન્ડરિંગ એન્ડ ટેરરિસ્ટ ફાઇનાન્સિંગ રિસ્ક ઇન કેનેડા' શીર્ષક હેઠળના અહેવાલમાં કેનેડાની અંદરથી નાણાકીય સહાય મેળવતા ખાલિસ્તાની ઉગ્રવાદી જૂથોને બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ અને ઇન્ટરનેશનલ શીખ યુથ ફેડરેશન તરીકે ઓળખવામાં આવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial