Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધરારનગરમાં સૌથી વધુ ઝાડા-ઉલટીના કેસઃ તંત્રમાં દોડધામ
જામનગર તા. ૯: જામનગરમાં કોલેરાના ૩૫થી વધુ શંકાસ્પદ કેસ નોંધાતા આરોગ્ય વિભાગની દોડધામ વધી ગઈ છે. ધરારનગરના સૌથી વધુ કેસ નોંધાયા છે. જેમાં ૩ દર્દીઓના રિપોર્ટ પોઝીટીવ મળી ચૂકયા છે. અને આ વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવી શકે છે.
જામનગરમાં અચાનક કોલેરાનો રોગચાળો ફાટી નીકળ્યો છે, અને એક સાથે ૩૫થી વધુ દર્દીઓ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થતાં જ આરોગ્ય વિભાગની દોડધામ વધી જવા પામી છે. બીજી તરફ તંત્ર દ્વારા પાણીના નમૂના લેવા સહિતની આનુસંગિક કામગીરી કરવામાં આવી રહી છે. આજ બપોર સુધીમાં ૩ દર્દીના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે.
જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ૨૭ દર્દીઓ ઝાડા અને પેટની બીમારીની સારવાર માટે દાખલ થયા છે. હાલ હોસ્પિટલમાં તબીબો દ્વારા તેમના જરૂરી પરીક્ષણ કરવામાં આવી રહૃાા છે અને સારવાર શરૂ કરી દેવામાં આવી છે. જો કે દર્દીઓના લેવાયેલા નમુનાનો રિપોર્ટ સોમવારે બપોર સુધીમાં આવવાની શક્યતા છે. ત્યારબાદ જ સતાવાર વિગતો જાહેર થશે.
ડોક્ટરના જણાવ્યા અનુસાર તમામ દર્દીના રોગના લક્ષણો કોલેરા જેવા જ હોવાનું જણાયું છે. આમ તેઓ કોલેરાગ્રસ્ત બન્યા જ હોવાનું જણાઈ રહૃાું છે. હાલ ૨૭ દર્દીઓ દાખલ છે, તેમાંથી સાત બાળકોનો પણ સમાવેશ થાય છે. આ તમામ દર્દીઓમાંથી મહત્તમ દર્દીઓ ધરાર નગર - ૧ ના વિસ્તારના હોવાનું જાણવા મળે છે. અમુક ધરાર નગર - ૨, દરેડ, શંકર ટેકરી, ગુલાબનગરના પણ છે.
બીજી તરફ આ અંગેની જાણ થતાં જ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ પણ દોડધામ કરી રહી છે. અને પીવાનું પાણી વહન કરતી પાઇપલાઇન લીકેજિંગ છે કે કેમ ? તેમજ ગટરના ગંદા પાણી પાઇપલાઇનમાં ઘુસી ગયા છે કે કેમ ? તે અંગે ની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત જરૂરી આનુસંગિક કામગીરી પણ આરોગ્ય વિભાગે હાથ ધરી છે.ઉપરાંત ભૂગર્ભ ગટર શાખા અને સોલિડ વેસ્ટ વિભાગની ટીમ દ્વારા સફાઈ કામગીરી પણ કરવામાં આવી રહી છે.
સ્થાનિક વિસ્તારના લોકોના ઘરે ઘરે જઈને આરોગ્ય વિષયક ચકાસણી કરવામાં આવી રહી છે. અને જરૂરી દવાનું પણ વિતરણ કરવામાં આવી રહૃાું છે. આમ જામનગરનો ધરારનગર એકનો વિસ્તાર હાલ કોલેરાની ઝપટે ચડી ગયો છે. અને જો આજે તમામ દર્દીના રિપોર્ટ પોઝિટિવ મળશે તો આ વિસ્તારને કોલેરા ગ્રસ્ત જાહેર કરવામાં આવશે. તેમ પણ જાણવા મળે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial