Advertisement
Author: નોબત સમાચાર

અમેરિકાના કાલિસ્પેલમાં લેન્ડિંગ દરમિયાન અન્ય વિમાન સાથે અથડાતા ભીષણ આગ લાગી

વિમાન સવાર તમામ લોકોનો આબાદ બચાવ

                                                                                                                                                                                                      

વોશિંગ્ટન તા.૧૨: અમેરિકામાં લેન્ડિંગ દરમિયાન બેકાબૂ વિમાનની અન્ય વિમાન સાથે ટક્કર બાદ ભીષણ આગ લાગી હતી. જો કે, વિમાનમાં સવાર તમામ લોકોનો આબાદ બચાવ થયો હતો.

અમેરિકામાં મોન્ટાનાના કાલિસ્પેલ શહેરમાં ચોંકાવનારી વિમાન દુર્ઘટના સર્જાઈ હતી. કાલિસ્પેલ સિટી એરપોર્ટ પર સિંગલ-એન્જિન સોકાટા ટીબીએમ ૭૦૦ ટર્બોપ્રોપ વિમાન લેન્ડિંગ દરમિયાન અન્ય વિમાન સાથે અથડાયું હતું. ટક્કર બાદ વિમાનમાં ભીષણ આગ લાગી ગઈ હતી.

જો કે, ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચીને ઝડપથી આગ પર કાબુ મેળવ્યો હતો અને વિમાન સવાર તમામ લોકોનો આબાદ બચાવ થયો હતો. કાલિસ્પેલ પોલીસ ચીફ જોર્ડન વેનાન્ઝિયો અને ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (એફએએ)ના જણાવ્યાનુસાર, વિમાન દક્ષિણથી આવી રહૃાું હતું અને રનવે પર લેન્ડિંગ દરમિયાન ક્રેશ થઈને અન્ય વિમાન સાથે અથડાતાં જ આગ લાગી હતી. સદનસીબે વિમાનમાં સવાર પાઇલટ અને ત્રણ મુસાફરો કોઈક રીતે બહાર નીકળવામાં સફળ રહૃાા.

બે મુસાફરોને નાની ઈજાઓ થઈ હતી, જેમની સારવાર એરપોર્ટ પર જ કરવામાં આવી હતી. અકસ્માત પછી કાલિસ્પેલ એરપોર્ટ પર અફરાતફરી મચી હતી, પરંતુ ફાયર બ્રિગેડે ઝડપથી આગ પર કાબુ મેળવ્યો. ઘણા વિમાનોને નુકસાન થયું હતું, જેની સંપૂર્ણ વિગતો હજુ સુધી જાણી શકાઈ નથી.

ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન રેકોર્ડ્સ અનુસાર, સિંગલ-એન્જિન સોકાટા ટીબીએમ ૭૦૦ ટર્બોપ્રોપ વિમાન ૨૦૧૧માં બનાવવામાં આવ્યું હતું અને તે વોશિંગ્ટનના પુલમેન સ્થિત કંપની મીટર સ્કાય લિમિટેડ લાયેબિલિટી કંપની (એલએલસી)ની માલિકીનું છે. એફએએ અને અન્ય તપાસ એજન્સીઓએ અકસ્માતનું કારણ જાણવા માટે તપાસ શરૂ કરી દીધી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh