Advertisement
Author: નોબત સમાચાર

સમસ્ત સ્થાનકવાસી જૈન સંઘના તમામ ફીરકાઓની કમિટીના સભ્યોની મિટિંગ

તા. ૮ ફેબ્રુઆરીએ યોજાશે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૬: જામનગરના સમસ્ત સ્થાનકવાસી જૈન સંઘના તમામ ફીરકાઓ (ક્ષાતિ) ની કમિટીના સભ્યોની મિટિંગ તા. ૮-ર-ર૦ર૬ ના સવારે ૧૧ થી ૧ર વાગ્યા સુધી સાત રસ્તા પાસે સંઘ માતા હેમલતાબા શૈક્ષણિક સંકુલમાં યોજવામાં આવી છે.

જેમાં સર્વે ફીરકાઓના ભાઈઓ-બહેનોની નવ કમિટીની રચના કરવામાં આવશે, જેની મુદ્ત પાંચ વર્ષની રહેશે. મોટા સંઘના ૧૭ સભ્યો નિયમ મુજબ અને બાકીના ઉત્સાહી કાર્યકર્તાને કો.ઓપ્ટ તરીકે નિયુક્ત કરવામાં આવશે.

આ ઉપરાંત આ મિટિંગમાં આયમ્બીલ ભવનના રીનોવેશન અંગે ચર્ચા કરવામાં આવશે. આગામી ચતુર્માસ માટે મહાસતીજીને પધારવાની વિનંતી માટે તા. ૧૭-ર-ર૦ર૬ ના લીંબડી ગામ જવા અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવશે. મિટિંગ પછી ભોજનની વ્યવસ્થા રાખવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh