Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકામાં પ્રસિદ્ધ કથાકાર પૂ. મોરારિબાપુની ૯૭રમી રામકથાનો ધર્મમય પ્રારંભ

શારદાપીઠના શંકરાચાર્ય પૂ. સદાનંદ સરસ્વતીજી સહિતના સંતો ઉપસ્થિતઃ હજારો રામભક્તો કથાશ્રવણમાં જોડાયાઃ ભારે ઉત્સાહ

                                                                                                                                                                                                      

દ્વારકા યાત્રાધામમાં લાંબા સમય પછી પ્રસિદ્ધ રામકથાકાર પૂ. મોરારિબાપુની રામકથાનો સર્કિટ હાઉસ પાછળના વિશાળ પટાંગણમાં પ્રારંભ થયો છે. જામનગરના ડેન્ટીસ્ટ પૂર્ણિમાબેન જેઠવાના યજમાનપદે શરૂ થયેલી રામકાથનો સમય દરરોજ સવારે ૧૦ થી ૧-૩૦ અને સાંજે ૪ થી ૭ વાગ્યા સુધીનો છે. કથા પ્રારંભ પૂર્વે ભવ્ય પોથીયાત્રા નીકળી હતી, જેમાં બહોળી સંખ્યામાં રામભક્તો જોડાયા હતાં. શારદાપીઠના શંકરાચાર્ય પૂ. સદાનંદ સરસ્વતીજી, ચાંપરડાના સંત મુક્તાનંદજી બાપુ, સનાતન સેવા મંડળના કેશવાનંદજી મહારાજ, શારદામઠના બ્રહ્મચારી નારાયણનંદજી સહિત સંતો-મહંતો જોડાયા હતાં. જામનગરના મનોરથી ડો. પૂર્ણિમાબેન જેઠવાની ઉપસ્થિતિમાં શરૂ થયેલ રામકથામાં દ્વારકા સહિત રાજ્ય તથા દેશના ભીન્ન ભીન્ન પ્રાંતોમાંથી બહોળી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહી શ્રીરામકથાના દિવ્ય રસપાનનો લાભ સતત સાત દિવસ સુધી લઈ શકશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh