Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બ્રેક ફેઈલ થતાં ટ્રક રોડ પર રાખી દેવાયો હતોઃ
જામનગર તા. ૧૦: ધ્રોલથી જામનગર વચ્ચે ધોરીમાર્ગ પર આવેલા સોયલ નદીના પુલ પાસે બે સપ્તાહ પૂર્વે રાત્રિના સમયે બંધ પડેલા એક ટ્રકના ઠાઠામાં બાઈક ઘૂસી જતા વાવડી ગામના યુવાનને ફ્રેક્ચર સહિતની ઈજા થઈ છે. આ ટ્રક બ્રેક ફેઈલ થઈ જતા રોડ પર રાખી દેવાયો હતો.
ધ્રોલ તાલુકાના વાવડી ગામના જમનભાઈ ભગાભાઈ ડાંગર નામના પ્રૌઢના ભત્રીજા મન્વીરભાઈ ગઈ તા.ર૪ની રાત્રે સાડા નવેક વાગ્યે ધ્રોલથી જામનગર તરફના ધોરીમાર્ગ પર જીજે-૩૬-કે ૮૫૬૪ નંબરના મોટરસાયકલમાં જઈ રહ્યા હતા.
તેઓ જ્યારે સોયલ નદીના પુલથી આગળ પહોંચ્યા ત્યારે રોડ પર બંધ પડેલા એક ટ્રકના ઠાઠામાં તેઓ ટકરાઈ પડ્યા હતા. આ ટ્રક બ્રેક ફેઈલ થઈ જતા રોડ પર રાખી દેવામાં આવ્યો હતો અને તેમાં પાર્કિંગ લાઈટ કે કોઈ અન્ય રીફ્લેકટર લગાડવામાં આવેલા ન હોવાથી તે ટ્રકનો અંદાજ મનવીરભાઈને આવ્યો ન હતો અને તેઓ ઠાઠામાં ઘૂસ્યા હતા.
અકસ્માતમાં દાઢીમાં તથા પાંસળીમાં ફ્રેક્ચર સહિતની ઈજાઓ પામેલા મનવીરભાઈને સારવારમાં ખસેડવામાં આવ્યા છે. જમનભાઈએ જીજે-૩૬-ટી ૫૭૦૧ નંબરના ટ્રકના ચાલક સામે ધ્રોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial