Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂ।.૬,૯૧,૩૫૫ ચૂકવવા હુકમઃ
જામનગર તા. ૧૦: જામનગરના એક આસામીના માતાને સારવારમાં થયેલો ખર્ચ ન ચૂકવનાર વીમા કંપનીને આ રકમ ચૂકવવા ગ્રાહક ફોરમે આદેશ કર્યાે છે.
જામનગરના કરણ શાંતિલાલ દાવડા નામના આસામીના માતા કેર હેલ્થ ઈન્સ્યોરન્સ કંપનીની મેડિકલ હેલ્થ પોલિસી ધરાવતા હતા. તે દરમિયાન ગયા વર્ષે તેઓને ખાનગી હોસ્પિટલમાં દાખલ કાયા પછી વધુ સારવાર માટે અમદાવાદ લઈ જવાયા હતા.
બંને સ્થળે કુલ રૂ।.૬,૯૧,૩પપનો ખર્ચ થયો હતો. તેનો ક્લેઈમ વીમા કંપનીએ અગાઉની બીમારી છૂપાવી છે તેમ જણાવી રદ્દ કર્યાે હતો. તેથી ગ્રાહક ફોરમમાં ફરિયાદ કરાઈ હતી. તે ફરિયાદ ચાલી જતાં ફોરમે ખર્ચની રકમ અને રૂ।.૫ હજાર અલગથી ચૂકવવા વીમા કંપનીને હુકમ કર્યાે છે. ફરિયાદી તરફથી વકીલ વસંત ગોરી, દીપક નાનાણી, નેહલ સંચાણીયા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial