Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયામાં ખૂંટિયાઓની લડાઈમાં ૬ જેટલા બાઈકનો ભૂક્કો બોલી ગયો

'આખલા આતંક'ની સમસ્યાઃ

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૧૦: ખંભાળિયા શહેરમાં આખલા આતંકની સમસ્યાથી નગરજનો ભય સાથે ભારે પરેશાની ભોગવી રહ્યા છે. મુખ્ય બજારમાં શાક માર્કેટના પ્રવેશ દ્વાર પાસે દુકાનદારો તથા મારકેટમાં જતા લોકો પોતાના ટુવ્હીલર રાખે છે. આ સ્થળે બે ખૂંટિયા આખલા ઝઘડતા તથા તેની આજુબાજુ સાત-આઠ ખૂંટિયા તથા ગાયો એક્ઠી થઈ જતા આખલાઓ વચ્ચે યુદ્ધ થયું હતું. આખલાઓની હડફેટે આવતા ૬ જેટલા બાઈકોનો ભૂક્કો બોલી ગયો હતો. આખલાની હડફેટે આવતા બાઈકની લાઈટ, સાયસ્લેન્સર, સ્પરપાર્ટ ઊડવા લાગ્યા હતાં. એટલું ભયંકર યુદ્ધ હતું કે લોકો, દુકાનદારો ખાલી પાણી-લાકડીથી છૂટા પાડવા છતાં તેમનું યુદ્ધ ચાલુ રહ્યું હતું. બાઈકોના ભૂક્કા બોલાવતા એક એક બાઈકવાળાને ૧૦/૧પ હજારનું નુક્સાન થયું હોય, પાલિકા પૈસા ચૂકવે તેવી માંગણી પણ લોકોએ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh