Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ડાયાબિટીસના દર્દીઓને મોટી રાહતઃ
નવી દિલ્હી તા. ૧૦: દરરોજ ઈન્સ્યુલિનનું ઈન્જેક્શન લેવાની પિડાદાયક પ્રક્રિયામાંથી પસાર થતા ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ રાહતના સમાચાર આવ્યા છે. ભારતમાં વિશ્વની પ્રથમ બેસલ ઈન્સ્યુલિન લોન્ચ કરવામાં આવી છે. દર્દીઓને હવે દરરોજ નહીં અઠવાડિયામાં માત્ર એક જ વખત ઈન્સ્યુલિનનું ઈન્જેક્શન લેવું પડશે. કિંમત પણ સસ્તી છે.
ડેનમાર્કની દવા કંપની નોવો નોર્ડિસ્કે ભારતમાં છુૈૂઙ્મૈ (ઈન્સ્યુલિન આઈકોડેક) લોન્ચ કરી છે. કંપનીનો દાવો છે કે આ વિશ્વની પહેલી સપ્તાહમાં એકવાર આપવામાં આવતી બેસલ ઈન્સ્યુલિન છે. જે ટાઈમ-૧ અને ટાઈમ-ર ડાયાબિટીસના પુખ્ત દર્દીઓ માટે છે. તેના આગમનથી દરરોજ લેવાતા ૩૬પ ઈન્સ્યુલિન ઈન્જેક્શન ઘટીને વર્ષમાં બાવન થઈ જશે. એટલે કે દરરોજ ઈન્સ્યુલિનનું ઈન્જેક્શન લેવાની પિડાદાયક પ્રક્રિયામાંથી પસાર થવું નહીં પડે. અઠવાડિયામાં માત્ર એક જ વખત ઈન્સ્યુલિન લેવું પડશે.
દવા કંપની નોવો નોર્ડિસ્કેના મતે છુૈૂઙ્મૈ ઉદ્દેશ્ય ભારતમાં ઈન્સ્યુલિન શરૂ કરવામાં થતા વિલંબને ઘટાડવાનો છે. દરરોજ ઈન્જેક્શન લેવાનો ડર દર્દીઓ વચ્ચે ઈન્સ્યુલિન થેરાપી શરૂ કરવામાં સૌથી મોટો અવરોધ છે.
કંપનીએ ૭૦૦ યુનિટનું પેક રૂ।. ર૬૧૧ માં લોન્ચ કર્યું છે. એટલે કે તેની કિંમત રૂ।. ૩.૭૭ પ્રતિ યુનિટ પડશે. હાલના દૈનિક બેસલ ઈન્સ્યુલિનની સરખામણીમાં ૩૦ થી ૪૦ ટકા સુધી સસ્તુ હોવાનું જણાવાયું છે. છુૈૂઙ્મૈની સૌથી મોટી વિશેષતા તેની સ્પર્ધાત્મક કિંમત છે. પેન ડિવાઈસ દ્વારા ઈન્સ્યુલિન લગાવી શકાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial