Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રોડ પર બંધ પડ્યો હતો એક ટ્રકઃ
જામનગર તા. ૧૦: ખંભાળિયાના કેશોદ પાસે બુધવારની રાત્રે એક ટ્રક બંધ પડ્યો હતો તેની પાછળ બીજા ટ્રકે જોરદાર બ્રેક મારતા તેની પાછળ આવતો મીની ટ્રક ટકરાઈ પડ્યો હતો. આ અકસ્માતમાં માળી ગામના એક યુવાનનું મૃત્યુ થયું છે અને અન્ય એકને ઈજા થઈ છે.
કલ્યાણપુર તાલુકાના માળી ગામના જયેશભાઈ જીવણભાઈ જામ તથા સુમીતભાઈ નામના વ્યક્તિઓ બુધવારે રાત્રે નવેક વાગ્યે ખંભાળિયા તાલુકાના કેશોદ ગામ પાસેથી જીજે-૩૭-વી ૨૯૫ નંબરનો મીની ટ્રક લઈ જતા હતા ત્યારે રોડ પર આરજે-૧૮-જીબી ૩૫૮૮ નંબરનું ટ્રેલર સાઈડ લાઈટ કે અન્ય કોઈ સિગ્નલ આપ્યા વગર જ બંધ હાલતમાં પડેલુ હતું.
આ ટ્રેલરની પાછળ જીજે-૧ર-સીટી ૧૮૪૧ નંબરનો ટ્રક ટકરાઈ ન પડે તે માટે તેના ચાલકે જોરદાર બ્રેક મારી હતી અને તેની પાછળ ૨૯૫ નંબરનો મીની ટ્રક ટકરાઈ પડ્યો હતો. આ અકસ્માતમાં માથામાં ઈજા પામેલા સુમીતભાઈનું મૃત્યુ નિપજ્યું છે અને જયેશભાઈને ઈજા થઈ છે. ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ કરાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial