Advertisement
Author: નોબત સમાચાર

ઓસ્ટ્રેલિયાની વિખ્યાત બિગબેશ લીગનો પ્રથમ ઐતિહાસિક મેચ ચેન્નઈમાં રમાશે

મેલબોર્નથી વડાપ્રધાન મોદીની જાહેરાતઃ

                                                                                                                                                                                                      

મેલબોર્ન તા. ૧૦: વડાપ્રધાન મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન અલ્બાનિઝે ઐતિહાસિક જાહેરાત કરી છે. ૨૦૨૬-૨૭ની બિગ બેશ લીગ સિઝનની શરૂઆત ભારતમાં થશે. ડિસેમ્બરમાં ચેન્નઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ (ચેપોક) ખાતે મેલબોર્ન રેનેગેડ્સ અને પર્થ સ્કોર્ચર્સ વચ્ચે પ્રથમ મેચ રમાશે. આ ઓસ્ટ્રેલિયા બહાર બીબીએલની પ્રથમ મેચ હશે. બંને દેશો વચ્ચે રમતગમતના સંબંધો મજબૂત કરવા સ્પોર્ટ્સ 'રોડમેપ' પણ જાહેર કરાયો.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના રમતગમતના સંબંધોમાં એક નવો અને ઐતિહાસિક અધ્યાય ઉમેરાવા જઈ રહૃાો છે. ઓસ્ટ્રેલિયાની પ્રખ્યાત ટી૨૦ ટૂર્નામેન્ટ બિગ બેશ લીગ (બીબીએલ) ની આગામી ૨૦૨૬-૨૭ સિઝનની શરૂઆત ભારતમાં થશે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બાનિઝે શુક્રવારે તેમની ત્રણ દિવસીય ભારત મુલાકાતના અંતિમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મળીને આ મોટી જાહેરાત કરી છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના જણાવ્યા અનુસાર, બિગ બેશ લીગ (બીબીએલ ૧૬) નો આ પ્રથમ ઐતિહાસિક ઓપનિંગ મુકાબલો ડિસેમ્બરમાં ચેન્નાઈના પ્રખ્યાત એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ (ચેપોક) ખાતે રમાશે.

આ મેચ બિગ બેશ લીગના ઈતિહાસમાં ઓસ્ટ્રેલિયાની બહાર રમાનારી સૌપ્રથમ મેચ હશે. ૧૨ ડિસેમ્બરે રમાનારા આ ઐતિહાસિક મુકાબલામાં મેલબોર્ન રેનેગેડ્સ અને પર્થ સ્કોર્ચર્સની ટીમો સામસામે ટકરાશે, જેમાં મેલબોર્ન રેનેગેડ્સને 'હોમ ટીમ' (મેજબાન ટીમ) ગણવામાં આવશે. આ અવસરે બંને દેશોના વડાપ્રધાનોએ રમતગમતના ક્ષેત્રમાં સહયોગ વધારવા માટે એક વિશેષ 'રોડમેપ' પણ જાહેર કર્યો છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય બંને દેશો વચ્ચેના રમત સંબંધોને નવી ઊંચાઈઓ પર લઈ જવાનો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh