Advertisement
Author: નોબત સમાચાર

ભારત વિકાસ પરિષદ દ્વારા કિવઝ સ્પર્ધા

સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતી નિમિત્તે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૧:  ગત તા.૧૨/૧/૨૦૨૬ યુવા દિવસ નિમિત્તે પૂજ્ય સ્વામી વિવેકાનંદજીની ૧૬૪ મી જન્મ જયંતી પ્રસંગે ભારત વિકાસ પરિષદ દ્વારા જામનગર મહાનગરપાલિકાની શાળા નંબર ૧૮ પાણાખાણમાં  એક ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેનો વિષય સ્વામી વિવેકાનંદજીના જીવન અને કવન પર આધારિત હતો. જેમાં સંસ્થાના પર્યાવરણ સંયોજક તેમજ આ કાર્યક્રમના સંયોજક નીરેનભાઈ છોટાઈ દ્વારા ક્વિઝનું સંચાલન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્થાના સંસ્કાર સંયોજક  ડાહૃાાભાઈ સોનગરાએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. તેમજ સૌરાષ્ટ્ર પ્રાંતના સંસ્કાર સંયોજક  ધર્મેન્દ્રભાઈ રાવલ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને  પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે શાળાના આચાર્ય  દીપકભાઈ પ્રાગડા  દ્વારા સંસ્થાના અધિકારીઓનો પરિચય આપ્યો હતો. વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહિત કરવા માટે પૂજ્ય સ્વામીજીની જીવન વિશે એક પુસ્તિકા તેમજ પેન ઇનામ સ્વરૂપે વિદ્યાર્થીનીઓને આપવામાં આવ્યા હતા. આશરે ૪૦૦ વિદ્યાર્થિનીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો. હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh