Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં યોજાયા સરસ્વતી સન્માન સમારોહ તથા સ્નેહમિલનઃ તેજસ્વી તારલાઓનું બહુમાન

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૦: જામનગરમાં ઔદિચ્ય સહસ્ત્ર ઝાલાવાડી બ્રાહ્મણ જ્ઞાતિ ટ્રસ્ટ (દયાશંકર બ્રહ્મપુરી)માં તા. ૧૧-૧-૨૬ ના શ્રી સરસ્વતી સન્માન સમારોહ તથા સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જ્ઞાતિના બાલમંદિર થી ઉચ્ચ અભ્યાસ સુધીના વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર તથા ભેટ આપી પ્રોત્સાહિત કરાયા હતા.

જ્ઞાતિ પ્રમુખ અતુલભાઈ મહેતા, ઉપપ્રમુખ જનાર્દન ભાઈ રાવલ, મંત્રી મહેશભાઈ રાવલ તથા કારોબારી સદસ્યો સાથે શિક્ષણ પ્રમુખ ભવનીશભાઈ ત્રિવેદી, ઉપપ્રમુખ દક્ષાબેન ત્રિવેદી, મંત્રી કમલભાઈ પંડયા અને સહમંત્રી હેતલબેન ત્રિવેદી તથા શિક્ષણ સમિતિના હોદ્દેદારો તથા જ્ઞાતિના દાતાઓના હસ્તે પુરસ્કાર વિતરણ કરવામાં આવ્યું હતું. જેમણે ઉચ્ચતમ ગુણો પ્રાપ્ત કર્યા તેમને ગોલ્ડ પ્લેટેડ સિલ્વર મેડલ તથા તેમના માતા-પિતાને ફૂલહાર અને શાલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં આચાર્ય ૧૦૮ શ્રી કૃષ્ણમણી મહારાજએ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને અને જ્ઞાતિ જનોને આશીર્વાદ આપ્યા હતા. આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન શિક્ષણ સમિતિના પ્રમુખ ભવનીશભાઈ ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું હતું.ં કાર્યક્રમને સફળ બનાવવામાં હેતલબેન ત્રિવેદી, યશભાઈ દવે, ખુશીબેન રાવલ, શિવાનીબેન ભટ્ટ, નિખિલભાઈ આચાર્ય તથા મયુરભાઈ શુક્લએ જહેમત ઉઠાવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh