Advertisement
Author: નોબત સમાચાર

ચેક પરત કેસમાં રીયલ એસ્ટેટના ધંધાર્થીની સજા અપીલમાં યથાવત્

રૂ।.૧૪ લાખ ૫૦ હજારનો દંડ, બે વર્ષની કેદનો હુકમઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૪: જામનગરમાં રિયલ એસ્ટેટના એક ધંધાર્થીેને ચેક પરતના કેસમાં બે વર્ષની કેદ અને રૂ।.૧૪ લાખ ૫૦ હજારનો દંડ ફટકારાયો હતો. તે હુકમ અપીલમાં પણ યથાવત રાખવામાં આવ્યો છે.

જામનગરના માતૃકૃપા પ્રોડ્કટસ નામની પેઢી ચલાવતા યશપાલસિંહ ઉદયસિંહ વાળાએ રૂ।.૭ લાખ રપ હજાર વિરૂમલ મોહનદાસ નંદાણીને આપવાના બાકી હતા. જગ્યાની લે-વેચની દલાલી પેટે લેવાની થતી આ રકમની ચૂકવણી માટે યશપાલસિંહે ચેક આપ્યો હતો.

આ ચેક બેંકમાંથી પરત ફરતા વિરૂમલ નંદાણીએ અદાલતમાં ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલી જતા અદાલતે આરોપીને તક્સીરવાન ઠરાવી બે વર્ષની કેદ તથા ચેકથી બમણી રકમનો દંડ ફટકાર્યાે હતો. તે હુકમ સામે જિલ્લા અદાલતમાં અપીલ કરવામાં આવી હતી. તે અપીલ ચાલી જતાં જિલ્લા અદાલતે નીચેની કોર્ટનો હુકમ યથાવત રાખ્યો છે. ફરિયાદી તરફથી વકીલ નિતલ ધ્રુવ, ડેનિશા ધ્રુવ, પૂજા ધ્રુવ, આશિષ ફટાણીયા, ડી.એમ. જોષી, અલ્ફાઝ મુંદ્રા, અશ્વિન સોનગરા, પ્રિતેશ ભટ્ટ રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh